લખપત તાલુકાના ગુગરીયાણાથી ધ્રાંગાવાંઢની નદી કિનારા પાસે જી.ઈ.બી.ના વીજ લાઈનના તારને અડી જવાથી લુપ્ત થતી ખારાઈ નસલની ઊંટડીનો મોત થયુ હતુ.ઊંટડીના માલિક ઈસ્માઈલ કારૃ જતે જણાવ્યુ હતુ કે, પશ્વિમ ગુજરાત વીજ કંપનીની લાઈન ગુગરીયાણાથી ધ્રાંગાવાંઢની નદી કિનારાને અડીને પસાર થાય છે. છેલ્લા ઘણા સમયાથી દેશી વૃક્ષોને અડી ગયેલ છે તેમજ નીચે નમી ગઈ છે. આ અંગે જીઈબીમાં રજુઆત કરવા છતા વીજલાઈનની કામગીરી કરવામાં આવી નાથી પરિણામે આ વીજ લાઈનને અડી જવાથી શોર્ટ સર્કિટાથી ઊંટડીનો મૃત્યુ થયુ છે. મોતને ભેટેલ ઊંટડીની કિંમત ૪૦થી ૫૦ હજાર માનવામાં આવે છે. પીપરાથી ગુવર મોટી ગામાથી આશરે છેલ્લા ૩૦ વર્ષાથી જુની વીજ તાર સડી ગયેલ છે. વીજના થાંભલા તમામ જર્જરીત હાલતમાં છે. આ વિસ્તારની તમામ વીજ લાઈનમાં હાલમાં કોઈ સમારકામ સૃથાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ નાથી. માલાધારીએ જણાવ્યુ હતુ કે, પીપરાથી ગુવર મોટી ગામના વિસ્તારની તમામ વીજલાઈનમાં સુાધારો કરવામાં આવે તેમજ ઊંટડીનો મોત થવાથી વળતર આપવામાં આવે તેવી માંગ છે.