કચ્છ જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન પ૩૦૦ વાહનો ડિટેઈન

કોરોના વાયરસને લઈને છેલ્લા ૧૮ દિવસથી લોકડાઉનની પરિસિૃથતિ યથાવત રહેવા પામી છે. ત્યારે કચ્છ જિલ્લામાં આજદિન સુાધીના સમયગાળા દરમિયાન પ૩૦૦ જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા છે. આ તમામ વાહનો લોકડાઉન બાદ જ લોકો છોડાવી શકશે.પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, કંડલા, ભચાઉ, રાપર વિસ્તારમાં રપ૦૦ વાહનો ડિટેઈન કરાયા હતા જ્યારે પશ્ચિમ કચ્છના ભુજ, માંડવી, મુંદરા, નખત્રાણા, નલિયા, ખાવડા સહિતના વિસ્તારોમાં ર૮૦૦ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડિટેઈન કરાયા છે. ગાડીઓમાં સરકારી વિભાગના પોસ્ટર ચોટાડાયેલા હોય એવા પણ વાહનો ડિટેઈન કરાયા છે. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જે.એમ.જાડેજાના જણાવ્યા પ્રમાણે આ તમામ વાહનોને છોડાવવા માટેનો હુકમ હજુ મળ્યો નાથી. લેખિતમાં મળ્યેાથી કાર્યવાહી કરવામાં આવશે. લોકો નિયમોની અમલવારી કરે અને બીનજરૃરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તે માટેની અપીલ પણ કરવામાં આવી છે. હજુ જો લોક ડાઉનનો સમયગાળો વાધશે તો વાહનોની સંખ્યા વાધે તેમ છે. દરેક પોલીસ સ્ટેશનોના પરીસરમાં વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોઈ શકાય છે.રાપર પોલીસે લોકડાઉનનો ભંગ કરતા ૯૧ લોકોની અટક કરીને ૮૧ વાહનો ડીટેઈન કર્યા હતા. પોલીસની કાર્યવાહીના પગલે ફફડાટ મચી જવા પામ્યો હતો. રાપરમાં કલમ ૧૪૪નો ભંગ કરતા ૯૧ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તેમજ ૮૧ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. પંદર એન.સી. કેસ પણ કરવામાં આવ્યા હતા અને ૬૬૦૦નો રોકડ દંડ વસુલાયો હતો. ૬ સીનીયર સીટીઝનને ચેક કરવામાં આવ્યા હતા. ગત રોજ રાપર શહેરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાપરના શાકમાર્કેટ, મુખ્ય બજારમાં સોશ્યિલ ડિસ્ટનશીંગનું કડક પાલન કરવામાં આવે તે માટે પી.આઈ. વસાવા સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. સોશ્યિલ ડિસ્ટનશીંગનો કડક અમલ કરાવવા માટે વેપારીઓ સહિતનાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે.