સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાના દર્દીઓની ગુજરાતમાં ઝડપભેર સંખ્યા વાધી રહી છે. કચ્છમાં પણ કોરોનાના ચાર દર્દીઓ નોંધાયા છે જેના પગલે સતર્કતા જોવા મળી રહી છે. માધાપરમાં એક જ પરિવારના ત્રણ દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ બાદ અન્ય ૧૭ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જો કે આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રને હાશકારો થયો છે. દરમિયાન, મક્કા મદિનાની ઉમરાહ યાત્રાએ ગયેલ લખપતની કોરોનાગ્રસ્ત આાધેડ મહિલા દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા સૌ કોઈને રાહત થઈ છે. શુક્રવારે મોડી સાંજે જનરલ હોસ્પીટલમાં ફરજ બજાવતા ૨૪ વષીય રેસીડેન્સી ડોકટર, મુંદરાના ધ્રબ ગામના ૫૭ વર્ષિય આાધેડ અને અબડાસાના સાંઘીપુરમના ૩૦ વર્ષિય યુવકના શંકાસ્પદ કેસના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ, માધાપરના કોરોનાગ્રસ્ત સાસુ વહુના સંપર્કમાં આવેલા કાછીયા કરીયાણા સ્ટોરના મળી જે લોકોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા તે તમામ મળી કુલ ૧૭ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.તો લખપતના મહિલા દર્દીનો કોરોનાનો પ્રાથમ રિપોર્ટ ૨૧ માર્ચના પોઝીટીવ આવ્યો હતો. જેમને જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ.અહિં મહિલાની સારવાર ચાલુ રહી છે ત્યારે આ આાધેડ મહિલાનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હજુ એક રિપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા લેબમાં મોકલાશે ત્યારબાદ પુનઃ ખાત્રી થઈ ગયા બાદ હોસ્પીટલમાંથી રજા અપાશે.દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા આજે આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ ૩૪ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૦ને રજા આપી દેવામાં આવી છે. જયારે, આજે પણ એક પણ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુાધીમાં કુલ ૭૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર પોઝીટીવ કેસ આવેલા છે. નેગેટીવ ૭૩ કેસ અને પોઝીટીવ ચાર કેસો નોંધાયેલા છે. આજે નવા એક પણ સેમ્પલ મોકલવામાં આવ્યા નાથી.જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૨૯૬ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છેબહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૬ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૨૯૬ માંથી ૧૨૫૦ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૭૦૫૩ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૫૮૦૩ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૧૨૪ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૭૮ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૬ વ્યકિતઓ કવોરન્ટાઇનમાં છે.કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૃ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉાધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૨૧,૯૨,૨૧૩ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૩૩૧ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુાધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૯૮.૮૭ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૨૧૬૫ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૪૬૬૮૩ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.