વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. જેમાં પટેલ ચોવીસીના ગામમાંથી રેન્ડમલી ૨૫ એનઆરઆઈ નમુના લઈને તપાસ આૃર્થે મુકાયા હતા. જ્યારે ગઈકાલે મુકાયેલા ૨૩ નમુના નેગેટીવ આવ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે ૨૩ સેમ્પલ લેવાયા હતા જે આજે નેગેટીવ આવ્યા છે. જ્યારે આજે પટેલ ચોવીસીના ગામમાં નવા ૨૫ નમુના લેવામાં આવ્યા હતા. અત્યાર સુાધીમાં કુલ ૧૦૦ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૪ કેસ પોઝીટીવ છે. અત્યાર સુાધીમાં કુલ ૯૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. નવા ૧૩૯૮ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૪૮૦૮૧ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. ઉપરાંત આજે નાના કપાયા મુકામે એલાયન્સ હોસ્પિટલને કોવીડ – ૧૯ના દર્દીઓ માટે પાંચ વેન્ટીલેટર અને ૮૯ બેડની સુવિાધા સાથે બનાવવાની કામગીરીની અિધકારીઓએ મુલાકાત લીધી હતી. તેમજ આરોગ્ય કર્મચારીઓને સારવાર અને સાવચેતી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૨૬૯ માંથી ૧૨૨૨ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૭૨૦૩ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૫૯૮૧ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલો છે.