નખત્રાણા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જારજેક ગામમાં રાત્રિના અરસામાં ગજુ ભા નટુભા જાડેજા ઉંમર વર્ષ 36 એ પોતાના સગા નાના ભાઈ મહિપતસિંહ જાડેજા ને કોઈ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેનુ મનદુખ રાખી નાનાભાઈ મહિપતસિંહ નટુભા જાડેજાએ તેના અન્ય બે મિત્રો વિનોદ માવજી કોલી ,અને કરસન માવજી કોલી સાથે મળીને ઘરે આવી મોટાભાઈ ગજુભા જાડેજાને કુહાડીના ઘા મારી હત્યા કરી ત્રણેય નાસી છૂટયા હતા આ મામલામાં પોલીસે ગુનો નોંધાયા બાદ આરોપી કરસન માવજી કોલી અને વિનોદ માવજી કોલી ઝડપી પાડ્યા છે જ્યારે સગા ભાઈ ગજુભા જાડેજા ની હત્યા કરનાર તેનું નાનો ભાઈ મહિપતસિંહ જાડેજા ફરાર છે પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.