કચ્છના નખત્રાણા ,ભુજ સહિતના તાલુકામાં કિસાનો દ્વારા વાવેતર કરાયેલો કરોડોનો દાડમનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ તેને વેંચવા માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસૃથા ન કરતા કરોડોનો માલ બગડી જશે તેવી ભીતી ઉભી થઈ છે. તંત્ર દ્વારા કચ્છ બહાર તાથા દેશ બહાર નિકાસ કરવા ખાસ છુટ અપાય તેવી માંગણી કરાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા એક દાયકાથી કચ્છમાં દાડમનું ઉત્પાદન થઈ રહ્યું છે. પાણી ખારા ત થા નીચા ઉતરતા કપાસ, મગફળીના પાકાથી મોં ફેરવીને નખત્રાણા સહીતના તાલુકામાં બાગાયતી પાકની વાવણી વાધી છે. ડ્રીપ એરીગેશન માફરતે ઓછાપાણીએ થતા આ પાકાથી કિસાનોને સારી કમાણી થતી હોવાથી આ વખતે પણ દાડમનું સારુ ઉત્પાદન થયું છે. પરંતુ કોરોના મહામારીના કારણે કચ્છ બહારાથી આવતા વેપારીઓ ખરીદી કરવા આવી શકશે નહીં તો વિદેશમાં થતી નિકાસ સામે પણ સવાલ ઉભો થયો છે. હાલે પ્રતિ કિલો રૃ. ૭૦ થી ૮૦ તાથા વિદેશી નિકાસમાં પ્રતિ કિલો રૃ.૧૦૦નો ભાવ મળે તેમ છે. હાલે માત્ર દાડમના હબ સમાન નખત્રાણા તાલુકામાં જ ૩૫૦૦ થી ૪૦૦૦ ટન માલ તૈયાર છે. ૧૦ દિવસમાં માલ બજારમાં આવે તેમ છે. પરંતુ જો ખરીદનાર જ નહીં હોય માલ પાણીના ભાવે આપી દેવાની ફરજ પડશે તાથા પશુઓને દઈ દેવો પડશે. આમ , કરોડોનું નુકશાન થાય તેમ હોવાથી કિસાનો દ્વારા તંત્ર સમક્ષ ખાસ માંગણી કરાઈ છે. ખેડુતોઅ ેજણાવ્યું હતું કે, કોરોના વાયરસ ન ફેલાય તેનું ધ્યાન રાખીને આગામી ૧૦ દિવસમાં ખેડુતોને પાક ઉતારવાની છુટ આપવામાં આવે. ઉપરાંત દાડમના પાક લેનાર ખેડુતોને કચ્છ તેમજ કચ્છ બહાર પાક લઈ જવા માટે મામલતદાર કે અન્ય અિધકારી દ્વારા ગાડીઓને પાસ આપવામાં આવે તાથા કંડલા – અદાણી પોર્ટ દ્વારા વિદેશ નિકાસની છુટ આપવામાં આવે જેાથી કિસાનો રોવાનો વાર ન આવે. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના રોઝા આવવાથી ગલ્ફના દેશમાં મોટાપાયે નિકાસ થઈ શકે તેમ છે ત્યારે કલેકટર દ્વારા આ બાબતે ખાસ આયોજન કરાય તેવી માંગણી કરાઈ છે.