રાપરમાં તીક્ષ્ણ હથિયાર ના ઘા મારીને યુવાનની હત્યા

રાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન છે ત્યારે રાપરના સુખડધાર વિસ્તારમાં સાંજના સમયે અજાણ્યા શખ્સોએ કાનજીભાઈ બચુભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે ૨૫ ને અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી અને અત્યારે આવો નાસી ગયા હતા પોલીસ સુત્રોનું માનીએ તો આરોપીઓએ ભોગ બનનાર કાનજીભાઈ ને ફોન કરીને સુખડધાર વિસ્તારમાં બોલાવ્યા હતા અગાઉ નો ઝગડો અથવા તો પ્રેમ પ્રકરણમાં બે શખ્સોએ કાનજીભાઇના ગળાના ભાગે ધારદાર હથિયાર થી ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી બનાવના પગલે પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ બીજી તરફ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા