દેશમાં 3 મેં સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ક્ચ્છ બોર્ડર રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ કચ્છના ઔધોગિક નગર મુન્દ્રા ખાતે લેબર કોલોની અને લેબર કોન્ટ્રાક્ટરો સાથે તાત્કાલીક મીટિંગ કરી લેબર કોલોની અને શેલ્ટર હાઉસમાં રાખેલા માણસોની રહેવા તથા જમવાની સગવડ બરાબર છે કે કેમ તેની સમીક્ષા કરી હતી તેમજ 19 દિવસનું લોકડાઉન હજી વધ્યુ હોઈ માણસો નાસીપાસના થાય તે માટે માનસિક સપોર્ટ કરવામાં આવ્યો હતો હાલમાં તેઓ પોતાના વતનમાં પણ નીકળી શકે તેમ નથી અને તમામ રાજ્યોએ પોતાની બોર્ડર સિલ કરી છે ત્યારે તેઓને ત્યાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો જે લોકોને હેલ્થને લગતી તકલીફ હતી તેવા લોકોને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા તજવીજ કરવામાં આવી ભુજ તેમજ મુન્દ્રાના તમામ પોલીસના પોઇન્ટ ચેક કરી વધુ સઘન અને સખ્તાઈપૂર્વક લોકડાઉનનું અમલ કરાવવા સૂચના આપવામાં આવી હતી એસપી સૌરભ તોલંબિયા પણ સાથે રહ્યા હતા