દેશભરના અલગ-અલગ શહેરોમાંથી કચ્છ આવતી અને કચ્છથી દેશના અલગ-અલગ શહેરોમાં જતી પેસેન્જર ટ્રેનનો માં ઓનલાઇન ટિકિટ બુકિંગ થઇ રહ્યું હતું જેના પગલે લોકો ૨૧ દિવસના લોકડાઉન પછી ટ્રેન વ્યવહાર ચાલુ થવાની સંભાવનાઓ વચ્ચે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી હતી ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈ થી દૈનિક આવતી ટ્રેનોમાં મુંબઈ થી કચ્છ આવવા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ થયું હતું અને મોટી સંખ્યામાં જ કચ્છ આવવા માટેની ટિકિટ બુક થઈ હતી તેવામાં ભારત સરકાર દ્વારા ૨૧ દિવસ નું લોકડાઉન પૂર્ણ થયા બાદ આજે ફરી ત્રણ મેં એટલે કે વધુ ૧૯ દિવસ નું લોકડાઉન લંબાવવા નો નિર્ણય કરવામાં આવતા રેલવે પ્રશાસનને પણ ત્રણ મે સુધી પોતાની તમામ પેસેન્જર ટ્રેનો રદ કરી નાખી છે જેના પગલે મુસાફરો ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી હતી તે તમામ હવે રદ કરાવવા લાગ્યા છે અને ટૂંક સમયમાં આપોઆપ પણ ટિકિટો રદ થઇ જશે જે મુસાફરો ટિકિટ રદ કરશે તેમને તેના એકાઉન્ટમાં રેલવે પ્રશાસન ના નિયમ મુજબ રૂપિયા પરત મળી રહેશે વૈશ્વિક મહામારીને કાબૂમાં લેવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે જેના પગલે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ ઠપ્પ કરી દેવાઈ છે બસ ની અવર જવર અને રેલવે ની તમામ પેસેન્જર ટ્રેન ની અવરજવર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે આંતર રાજ્ય પરિવહન બંધ થઈ ગયું છે મુંબઇ સહિતના દેશના અલગ અલગ વિસ્તારોમાં અને શહેરોમાં રહેતા લોકો ૧૯ દિવસ સુધી કચ્છ આવી નહીં શકે અને કચ્છ થી બહાર જવા માગતા લોકો પણ ૩ મે સુધી ક્યાંય જય નહીં શકે જેના પગલે લોકોએ ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવી નાંખી છે અને આગામી સમયમાં રેલવે પ્રશાસન ટ્રેન ચાલુ કરે તેની લોકો રાહ જોઈ રહ્યા છ