નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શિક્ષકો તરફથી સીનીયર સિટીઝન માટે દવા વિતરણ સેવા શરૂ કરવામાં આવેલ તે અંતર્ગત અંજાર તાલુકાના ઉમરવાંઢ પ્રાથમિક શાળાના એસએમસી ના અધ્યક્ષ શ્રી નોડે ઉમરભાઈની દવાની જરૂરિયાત હોવાનું નવા ગામના શિક્ષક શ્રી પૂજાબેન વાંજા તરફથી સંપર્ક કરવામાં આવતાં તે દવા સ્ટોરમાં ઉપલબ્ધ ન હોય ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવીને નગર શિક્ષણ સમિતિ અંજાર ના શિક્ષકશ્રી તરફથી આજરોજ અંજાર થી 35 કિલોમીટર દૂર નવાગામ પહોંચાડવામાં આવી.