પૂર્વ કચ્છ પોલીસ નો માનવીય અભિગમ

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા એક માસના બાળકને હોસ્પિટલમાં સારવાર અપાવીને સરાહનીય  કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્‌યું છે અને પોલીસનો માનવીય અભિગમ સામે આવ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે ના પીએસઆઇ ભરત જોશી અને તેમની ટિમ પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન કાર્ગો વિસ્તાર માં એક માસ નું બાળક બીમાર હોવાનું જાણવા મળતા પોલીસે માનવીય અભિગમ દાખવી ને બાળક ના માતા પિતા ને જોડે રાખી ને ૧ માસ ના બાળક ની હોસ્પિટલમાં સારવાર કરાવી અને પોલીસ વાહન ની મદદ થી પરત ઘરે પણ પોહચાડવા માં આવ્યા.