કચ્છમાં એપ્રિલના મધ્યાહ્ને અંગ દઝાડતા તાપની વર્ષા

એપ્રિલ માસના મધ્યાહ્ને કચ્છના બે માથકોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર રહ્યો હતો. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી અને ભુજમાં ૪૦.૫ ડિગ્રી સે. નોંધાયું છે. ગઈકાલની તુલનાએ કંડલા પોર્ટમાં ૫.૫ ડિગ્રીના ઘટાડા સાથે પારો ૩૭.૫ ડિગ્રીએ અને નલિયામાં ૩૭.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. જિલ્લામાથક ભુજમાં ૧ ડિગ્રીના ઘટાડા સાથે ગરમીનો પારો ૪૦.૫ ડિગ્રીએ અટકતા બપોરના સમયે અસહૃ તાપ અનુભવાયો હતો. લોકડાઉનના પગલે લોકો ઘરની બહાર નીકળતા નાથી. પરંતુ જીવન જરૃરીયાતની ચીજવસ્તુ લેવા કે પછી દવા સંબંધી ઈમરજન્સીમાં બહાર નીકળતા લોકો આકરી ગરમીથી અકળાયા હતા. ઉપરાંત બપોરના સમયે લુ પણ લાગવા માંડી છે. લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાતા રાત્રીના પણ ઉકળાટ અનુભવાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૦ ટકા અને સાંજે ૧૪ ટકા નોંધાયું છે. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૭ કિમીની અને દિશા પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં ૫.૫ ડિગ્રીના ઘટાડા સાથે ૩૭.૫ ડિગ્રીના આંકે પારો સિૃથર રહ્યો હતો. કંડલા એરપોર્ટમાં ૧ ડિગ્રીના ઘટાડા સાથે ૪૧.૨ ડિગ્રી અને નલિયામાં બે ડિગ્રીના વાધારા સાથે ૩૭.૨ ડિગ્રી નોંધાયું છે.