લોકડાઉનના પગલે જીવનજરૃરી વસ્તુઓના દુકાન ધારકોને મુક્તિ મળતા જિલ્લા માથક ભુજમાં અમુક કરિયાણાના દુકાનાધારોકો દ્વારા ખાદ્ય સામગ્રીમાં મરજી મુજબના ભાવ લેવાતા હોવાની બુમ ઉઠી છે. ત્યારે ખાદ્ય સામગ્રીની વસ્તુઓના ભાવો નિયત કરાય એ જરૃરી છે. આ અંગે જાગૃત અગ્રણી દ્વારા જિલ્લા સર્માહર્તાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે લોકડાઉનના કારણે અમુક તક સાધુ વેપારીઓ ખાદ્ય સામગ્રીની વસ્તુઓના ભાવમાં ફાવે એ રીતના ભાવ લેવાય છે. જિલ્લામાથક ભુજ સહિત સમગ્ર જિલ્લામાં હાલમાં આ સમસ્યા વકરી છે. ત્યારે અમુક વસ્તુઓના ભાવ ફિક્સ કરવામાં આવે એ જરૃરી બન્યું છે. જેાથી ખરીદી કરનાર મધ્યમવર્ગની હાલત વસ્તુઓના ઉંચા દામ ન ચુકવવા પડે. હદ તો ત્યાં થાય છે અમુક વસ્તુઓના પેકીંગમાં પ્રિન્ટ કરેલી કિંમતાથી પણ વધુ ભાવ લેવાય છે અને જો ગ્રાહક પુછા કરે તો અમુક વેપારીઓ દ્વારા પુરવઠો ઓછો હોવાથી ના છુટકે ભાવ વાધારો કરવો પડયો હોવાનું જણાવે છે. હાલમાં ચોખા ૨૦ થી ૩૦ રૃા. કિલો છે. જેના કિવન્ટલ દીઠ ૫૦ થી ૬૦ રૃપિયા લેવાય છે તો લોકડાઉનના કારણે બાળકો પણ ઘરમાં હોય છે. ત્યારે બાળકોના પ્રિય નાસ્તો મમરાની એક થેલી ૨૫ થી ૩૦ રૃા.માં મળતી હોય છે એ ૬૦ રૃા. માં અમુક વેપારીઓ દ્વારા બે રોક-ટોક વેંચાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિલો દીઠ જો ૨ થી ૫ રૃા. નો વાધારો હોય તો ઠીક છે. પરંતુ ડબલાથી દોઢ ઘણી કિંમત લેવી એ કેટલું યોગ્ય છે. ગરીબ વર્ગને સરકાર પણ સહાય કરે છે અને સામાજિક સંસૃથાઓ દ્વારા પણ મદદરૃપ થવાય છે. ત્યારે મધ્યમવર્ગ ખુલ્લેઆમ લુંટાય છે. આ બાબતે સત્વરે આવા લેભાગુ વેપારીઓ સામે ધામ બેસાડતી કામગીરી કરાય એવી લોક માંગ ઉઠી છે.