ધાણેટીમાં યુવક યુવતીનો સજોડે આપઘાત

image_1587183598

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ મહીસાગરના સંતરામપુર તાલુકાના સરસવા ગામ ના અને હાલ ધાણેટી ત્રીકમભાઈ આહીરની વાડીએ રહેતા ખેત મજૂર પરિવારના શર્મિષ્ઠાબેન સુરેન્દ્ર સેલોત ઉંમર વર્ષ ઓગણીસ અને હરેન્દ્ર નરવત સેલોત ઉંમર વર્ષ ૨૦ a સવારના અરસામાં કોઈ પણ સમય ત્રીકમભાઈ આહીર ની વાડી ના શેઢે આવેલ લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો સજોડે આપઘાત ની ઘટનાથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન આ બંને યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોય સંબંધમાં દૂરના ભાઈ બહેન થતા હોય સમાજ સંબંધ નહિ સ્વીકારે તેવા ડરથી બંનેએ સજોડે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે