પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બળદિયા ગામની સીમમાં આવેલ વિશ્રામભાઇ મૂળજીભાઈ રાઘવાની વાડીએ હોજ નાહવા પડેલી આઠ વર્ષીય મુળી બેન ભાવિનભાઈ નાયક અને છ વર્ષીય મુનીતા ભાવિન નાયક એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી પરિવાર એ બંનેને હોજ માંથી બહાર કાઢીને તુરંત ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા સારવાર મળે તે પહેલા બંને બાળકીઓ ના મૃત્યુ નિપજયા હતા પરિવારમાં બે બાળકોના મોતથી ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે