માધાપરના કોરોનાગ્રસ્ત મૃતકના પુત્ર અને ચાર કર્મીઓએ ખાસ કીટ પહેરી અગ્નિદાહ આપ્યો

કોરોનાથી માધાપરના ૬૨ વર્ષિય દર્દી જગદીશભાઈ સોનીનું બુાધવારે સાંજે મોત નિપજયુ હતુ. કોરોનાથી કચ્છમાં પ્રાથમ મોતના પગલે તંત્રમાં દોડાધામ મચી ગઈ છે. ત્યારે, કોરોનાથી મૃત્યુ પામનારના અગ્નિ સંસ્કાર માટે પણ ખુબ જ તકેદારી લેવી પડે છે. પરિવારજનો અને સ્વજનોની ગેરહાજરી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મૃતકના એક માત્ર પુત્ર તેમજ ચાર કર્મચારીઓએ ખાસ કીટ પહેરીને ભુજની ખારી નદી સ્મશાન ગૃહમાં અગ્નિ દાહ આપ્યો હતો.માધાપરના મૃતકના જ પરિવારના બે મહિલા સદસ્યો પત્ની તેમજ પુત્રવધુને પણ કોરોના પોઝીટીવ હોવાથી બંને ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. મૃતક જગદીશભાઈને ફેફસાનું ઈન્સ્પેકશન હતુ. બ્લડ પ્રેસરની તકલીફ પણ હતી જો કે, આ સોની પરિવારના ત્રણ સદસ્યો કોરોનાગ્રસ્ત કેમ થયા એ જાણવા માટે આરોગ્ય તંત્રની તપાસ ચાલુમાં છે. મૃતકના કોરોનાગ્રસ્ત પુત્રવધુ પોતાના માવતરે ધ્રોલ ગયા હોવાની વાતના પગલે ધ્રોલમાંથી પણ સેમ્પલ લઈ તપાસ કરાઈ છે. જો કે, આ તમામના સેમ્પલ નેગેટીવ આવ્યા છે અને અત્યાર સુાધીમાં માધાપર, ધ્રોલ, જામનગર સુાધી તપાસ કરાયા બાદ મૃતકના પરિવારમાંથી કોઈ મુંબઈ ગયુ હોવાના આૃથવા તો મુંબઈાથી સંબંધી આવ્યા હોવાના સમાચારના આાધારે મુંબઈ તરફ તપાસ લંબાવાઈ છે. તકેદારીના ભાગરૃપે મૃતક જયાં રહે છે ત્યાં માધાપરની ક્રિષ્ના સોસાયટી અને આસપાસના ત્રણ કિ.મી. વિસ્તારને પહેલાથી સીલ કરી દેવાયો છે. તેમજ માધાપરની ક્રિષ્ના સોસાયટી અને માધાપરમાં ફરજ બજાવતા ૧૦ પોલીસ કર્મીઓના સેમ્પલ લેવાયા હતા. જો કે, આ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.કોરોના સામેનો જંગ હારી જનારા માધાપરના ૬૨ વર્ષિય જગદીશભાઈ સોનીની અંતિમ ક્રિયા ગત રોજ રાત્રે જ કરી નાખવામાં આવી હતી. મૃતકના પત્ની અને તેમના પુત્રવધુને જગદીશભાઈના મોતની જાણ કરવામાં આવી ન હતી. માધાપરના કોરોનાગ્રસ્ત દર્દીનું બુાધવારે મોત નિપજયા બાદ આરોગ્ય મંત્રાલયના પ્રોટોકોલ પ્રમાણે, અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. દર્દીના મૃત્યુ અંગે માત્ર યક્ષ મંદિર ખાતે કવોરન્ટાઈનમાં રહેલા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી. જયારે મૃતકના પત્ની અને પુત્રવધુ કે જેઓ હોસ્પીટલમાં દાખલ છે તેમને જાણ નાથી કરાઈ. દર્દીના મૃતદેહને ત્રણાથી ચાર અલગ અલગ પ્રકારના આવરણમાં પેક કરવામાં આવ્યો હતો. તે પહેલા ડેડબોડીને સોડિયમ હાયપોકલોરાઈડ નામના જંતુનાશક કેમિકલાથી ધોઈ નાખવામાં આવી હતી. દર્દીના પુત્રને પીપીઈ કીટ સાથે મૃતદેહ પાસે લઈ જવાયો હતો. અને પછી મોઢુ દેખાડાયુ હતુ. શબને ચાર પ્રકારના આવરણમાં લપેટીને પાલિકાની શબવાહીનીમાં લઈ જવાયો હતો તે પૂર્વે શબવાહીનીને સેનીટાઈઝ કરાઈ હતી. રાત્રે દસેક વાગ્યાના અરસામાં મૃતદેહને શહેરની બહાર આવેલા ખારી નદીના સ્મશાનગૃહમાં લઈ જવાયો હતો. અંતિમ ક્રિયા માટે માત્ર શબવાહીની જ સ્મશાનની અંદર ગઈ હતી. પુત્રએ અગ્નિ દાહ આપ્યા બાદ મૃતદેહ સીએનજી ભઠ્ઠીમાં અંદર જતો રહ્યો હતો. હોસ્પીટલાથી સ્મશાન સુાધી જિલ્લા આરોગ્ય અિધકારી, સિવીલ સર્જન, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, મૃતકનો પુત્ર અને હોસ્પીટલના ચાર જણા જોડાયા હતા. મૃતદેહના સંપર્કમાં આવનારાઓએ પીપીઈ કીટ પહેરી રાખી હતી. પ્રોટોકોલ મુજબ, સ્મશાનની અંદર માત્ર એમ્બ્યુલન્સ ગઈ હતી જયારે બાકીના બહાર ઉભા રહ્યા હતા. અંતિમ ક્રિયા બાદ એમ્બ્યુલન્સને સેનેટાઈઝર કરી દેવામાં આવી હતી. ડેડ બોડી ઉંચકનારાઓ તમામે કર્મચારીઓએ તેમની પીપીઈ કીટ માસ્ક વગેરેનો સ્મશાનમાં નાસ કરી નાખ્યો હતો. અંતિમ ક્રિયામાં જોડાયેલા તમામને ઘરમાં પ્રવેશ પૂર્વે સાબુાથી નહાઈ લેવા અને તેમણે પહેરેલા કપડા ગરમ પાણીમાં બોળીને ધોઈ લેવા સુચના અપાઈ હતી. આ અંતિમ ક્રિયા બાદ આજે પાલિકા દ્વારા સ્મશાનગૃહ બંધ રખાયો હતો.