હબાય ગામની સીમમાં ફાયરીંગ, વનતંત્રની ટીમ પર પથ્થરમારો

content_image_36a3013f-5dcb-4d02-a52c-e335d7ea1d21

ભુજ તાલુકાના હબાય ગામની સીમમાં રાત્રિના સમયે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દરમિયાનમાં અહીં પહોંચી ગયેલા વનવિભાગના સ્ટાફ પર અજાણ્યા શખ્સોએ પથૃથરમારો પણ કર્યો હતો. વન્યપ્રાણીઓના શિકારીઓ દ્વારા આ કૃત્ય આંચરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવ અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે.ગત રાત્રિ દરમિયાન વન વિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હબાય ગામની સીમમાંથી સસલાની શિકાર કરાયેલી સિૃથતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સો શિકાર કરવાની દીશાએ જંગલમાં ફાયરીંગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. વન વિભાગની ટીમે જઈને તપાસ કરતા ટીમ પર જોઈ અજાણ્યા શખ્સોએ પથૃથરમારો કર્યો હતો. રાત્રે અંધકારમાં આ ઈસમો પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પધૃધર પોલીસની ટીમે અજાણ્યા ઈસમોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે.