નખત્રાણા પંથકમાં મહેનત માગી લેતા ઉનાળુ પાક બાજરીનું વાવેતર કરાયું

બાજરીનો પાક ખુબ જ મહેનત માંગી લેતો હોય છે. જેાથી, કચ્છમાં પણ ખેડૂતો દ્વારા બાજરીનો વાવેતર ઓછુ કરાય છે. મહેનત વાધારે કરવી પડતી હોવાથી તેમજ રાત દિવસ દેખરેખ રાખવી પડે છે.નખત્રાણા તાલુકાના જીયાપરના ખેડૂતે જણાવ્યુ હતુ કે, બાજરીના પાકનું વાવેતર જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં અને ફેબુ્રઆરીના શરૃઆતમાં વાવેતર કરવામાં આવે છે. આ પાક ૭૦થી ૮૦ દિવસનો હોય છે. જે મે મહિનાના અંતમાં કાપણી કરવામાં આવે છે. આ પાકના વાવેતર પહેલા પાયાનું ખાતર ડી.એ.પી.નાખવામાં આવે છે. બાજરીનું બિયારણ એગ્રોમાંથી કિલોના બસોથી અઢીસોના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાકના વાવેતર પછી દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે. આ પાકમાં દવાનો ખર્ચ ઓછો છે. સામે ખાતરનો ખર્ચ વાધારે થાય છે. દરેક પાણી વખતે યુરિયા ખાતર એકરે વીસાથી પચ્ચીસ કિલો આપવુ પડે છે. બાજરીના પાકને મહિને આઠ પાણી આપવા પડે છે. સાથે યુરિયા ખાતર પણ પાણી ભેગુ ફરજીયાત આપવુ પડે છે. યુરિયા ખાતરાથી બાજરીનો છોડ તેમજ કણસલાનો સારો વિકાસ થવાથી બાજરીનો દાણો સારો અને મોટો થાય છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે, આ પાકની વાઢણી કરવી મુશ્કેલ હોય છે. દાંતરડા વડે બાજરીનું એક એક કણસલુ કાપવામાં આવે છે. મજુરને કાપવાની આવડત સારી હોય તો ઠીક છે નહિંતર દાંતરડુ હાથમાં લાગવાનો ભય રહે છે. બાજરીના ડાળખીનો જોકો પણ આંખમાં લાગવાનો સંભવ રહે છે. જેાથી કરીને કાપતી વખતે મજુરોને ધ્યાન રાખવુ પડે છે.બાજરીનું એકરે ૩૫થી ૬૦ મણનું થાય છે. પહેલાની વખતમાં ખેડૂતો બાજરીના કાસણા ખળામાં ભેગા કરીને તેના પર બળદ ગાડુ ફેરવીને કાઢતા એટલે ઘણો સમય લાગતો હાલ ટ્રેકટર આાધારીત થ્રેસર દ્વારા કાઢવામાં આવે છે. જેાથી સમય ઓછો લાગે છે. આ પાકના વાવેતર પછી બાજરી જયારે ઉગે છે ત્યારે રખડતા ઢોરોની ચોકી કરવી પડે છે. ત્યારબાદ કણસલા લાગ્યા પછી બાજરીના દાણા લાગે છે ત્યારે પક્ષીઓની ચોકી કરવી પડે છે. આમ, બાજરીના પાકમાં મહેનત ઘણી થવાથી જુજ ખેડૂતો ખેતી કરે છે.