અંજારમાં દુકાનમાંથી 90 હજાર નો તમાકુ ઉત્પાદનનો સમાન ચોરી

       અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં આવેલી હોલસેલ ની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી ને અંદરથી પાન બીડી સિગરેટ તમાકુ સહિતનો કુલ રૂપિયા ૯૦ હજારનો સરસામાન ચોરી કરીને લઇ ગયા હતા.આ અંગે મેઘપર બોરીચીમાં રહેતા 29 વર્ષીય દુકાન માલિક તરુણકુમાર હરેશભાઈ દાસ વાણી એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે