કચ્છમાં કવોરેન્ટાઇન કરાયેલ બંનેના રીપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનો માહોલ

કચ્છમાં કોરોનાનો ભય હજીયે વરતાઈ રહ્યો છે. રવિવારે એક સાથે બબ્બે કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ બન્ને પોઝિટિવ દર્દીઓને કવોરેન્ટાઈન કરાયા હતા આરોગ્યતંત્રએ તેમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું હતું, પણ જયારે સેમ્પલ લીધા ત્યારે તેમને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ચિંતા વધી છે. બે દર્દીઓ પૈકી એક ૨૭ વર્ષીય યુવાન અકિલા મનોજ પટેલ કમ્પાઉન્ડર છે, તે માધાપરના કોરોના પોઝિટિવ સોની વૃદ્ઘના સંપર્કમાં પુજારા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આવ્યો હતો અને તેને આરોગ્ય વિભાગ હેઠળ ઇન્સ્ટિટ્યૂશનલ કવોરેન્ટાઇનમાં રખાયો હતો, તેનું અકીલા સેમ્પલ કવોરેન્ટાઈન પિરિયડ પૂરો થવાના આગલે દિવસે ૧૩ મે દિ લેવાયું હતું અને આ કમ્પાઉન્ડરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મનોજ પટેલ ભુજની બીજી જાણીતી હોસ્પિટલ વાયેબલ મલ્ટી સ્પેશ્યાલિટીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો એટલે હવે વાયેબલ હોસ્પિટલમાં પણ તેના સ્ટાફ તેમ જ સંપર્કમાં આવેલાઓના સેમ્પલ લેવા પડશે. જયારે બીજા દર્દી લખપત તાલુકાના માતાના મઢ પાસે આવેલ કોટડા (મઢ) ગામના ૬૨ વર્ષના વૃદ્ઘ અબ્દરેમાન રાયમા હજયાત્રાએથી પરત આવ્યા બાદ ૧૪ દિવસ હોમ કવોરેન્ટાઈન કરાયા હતા તેમનું સેમ્પલ કવોરેન્ટાઈન પિરિયડના ૨૬ માં દિવસે લેવાયું હતું પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે કોટડા મઢ ગામ અને આજુબાજુના પંથકમાં ચિતાનો માહોલ છે. દરમ્યાન કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે કોટડા ગામને સીલ કરી દેવાયું છે. કન્ટેનમેન્ટ જાહેર કરીને ત્રણ કીમી વિસ્તારમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ વિસ્તરમાંથી હજયાત્રાએ ગયેલા વધુ ૪૦ હાજીઓના નમૂનાઓ આજે લેવાશે. દરમ્યાન ગઈકાલે કચ્છના ૫૭ સેમ્પલના આવેલા રિઝલ્ટમાં ૪૮ નેગેટિવ આવ્યા છે, ૬ રિજેકટ થયા છે, એક રિપોર્ટ સસ્પેન્ડ રહ્યો છે, જયારે બે પોઝિટિવ આવ્યા છે.(૨૩.૬)