ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરની અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોÂસ્પટલો તેમજ મહત્વની સરકારી બિલ્ડીંગો અને અન્ય જાહેર ક્ષેત્રની બિલ્ડીંગોને સેનીટાઇઝેશન કરવામાં આવી રહી છે. ગાંધીધામ નગરપાલિકાના મેલેરીયા વિભાગના કર્મચારીઓ દ્વારા હેન્ડપંપ મશીનથી હોÂસ્પટલોની અંદર બારીકાઈથી સેનીટાઇઝર કરવામાં આવી રહ્યુ છે. તો નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા મોટી વિશાળ બિલ્ડીંગોને સેનીટાઇઝર કરવામાં આવી રહી છે. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વ્યવÂસ્થત ડ્રેસ કીટ પહેરીને કોરોના વાઇરસ સામે આ સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીધામ નગરપાલિકાના સેનીટેશન વિભાગ સાથે સંકળાયેલા કમલ શર્મા, સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જાષી, સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુઆ દ્વારા શહેરની અલગ-અલગ હોÂસ્પટલો અને બિલ્ડીંગોને સેનીટાઇઝ કરવામાં આવી રહી છે.