ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સુભાષ નગર વોડ 8 એ પ્લોટ નંબર 303 ટેનામેન્ટ નંબર 2 માં રહેતા નિવૃત પી.એસ.આઇ જગુભાઈ તેજાભાઈ મહેશ્વરી તારીખ 6/3/૨૦૨૦ના પતિ-પત્ની બંને તેના પુત્રને ત્યાં પાટણ રહ્યા હતા દરમિયાન કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન થઈ જતા તો પુત્રને ત્યાં જ રોકાઈ ગયા હતા પાછળથી તસ્કરો એ તેમના મકાનને નિશાન બનાવી ને તાળા તોડી અંદરથી સોનાની બુટ્ટી કાન ની પટ્ટી સોનાના બાજુબંધ સોનાના ચેન સાથે નું પેન્ડલ સોનાની વિટી સોનાના દાણા ચાંદીના સાંકડા રોકડા રૂપિયા 30000 સહિત કુલ રૂપિયા આઠ લાખ ૩૦૫૦૦ માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ નિવૃત પીએસઆઇ ગાંધીધામ દોડી આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.