તાલુકાના ૧૬ હજાર વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો ખતરો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં આ ખતરાને ધ્યાને લઇને લોકડાઉન કરવામાં આવ્યુ છે. લોકોએ લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યા બાદ બીજા તબક્કો ચાલુ છે ત્યારે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની Âસ્થતિ અત્યંત કફોડી છે તેવામાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકડાઉનના બીજા તબક્કામાં ધોરણ એક થી આઠના અત્યાર સુધીમાં ૧પ૯૩પ વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથે સાથે તેઓના બેંક એકાઉન્ટમાં રૂપીયા પણ જમા કરાવાયા છે.ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવેલ કે લોકડાઉનના પ્રથમ તબક્કામાં લગભગ ૧૮પ૦૦ વિદ્યાર્થીઓને અનાજ આપ્યુ હતુ. બીજા તબક્કામાં ૧૮૬૮૭ વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુધીમાં ૧પ૯૩પ વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવામં આવ્યુ છે ને તેમના એકાઉન્ટમાં રૂપીયા જમા કરાવવામાં આવ્યા છે. જેમાં ધો.૧ થી પના ૯૯૦૭ વિદ્યાર્થીઓને પ૦૦ ગ્રામ ઘઉં અને પ૦૦ ગ્રામ ચોખા આપવામાં આવ્યા છે. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં ૪૯.૬૦ રૂપીયા જમા કરાવામાં આવ્યા છે જ્‌યારે ધો. ૬ થી ૮માં વિદ્યાર્થી દીઠ ૭પ૦ ગ્રામ ચોખા અને ૭પ૦ ગ્રામ ઘઉં આપવામાં આવ્યા છે. તેમજ દરેક વિદ્યાર્થીના એકાઉન્ટમાં ૬૯.૬૦ રૂપીયા પ્રથમ તબક્કામાં પણ વિદ્યાર્થીઓને અનાજ અને રૂપીયા આપવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં હાલ દરેક વિદ્યાર્થીને અનાજ આપવામાં આવી રહ્યુ છે રૂપીયા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી રહ્યા છે. આના પછી ત્રીજા તબક્કામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાશે અને એકાઉન્ટમાં રૂપીયા જમા કરાવવામાં આવશે.ગાંધીધામ તાલુકાની પ૦થી વધુ સરકારી પ્રાથમિક શાળઓમાં હાલના સમયે બીજા તબક્કાનું અનાજ વિતરણની કામગીરી ચાલુ છે. શિક્ષકો દ્વારા વીદ્યાર્થીઓને એક છીઠ્ઠી આપવામાં આવી છે તે ચીઠ્ઠી લઇને તેના પરિવારના કોઇપણ એક સદસ્યને સાથે લાવીને શાળાએ આવીને અનાજ લેવાનુ છે. શિક્ષકો દ્વારા અનાજ વિતરણની તમામ કામગીરીની રજીસ્ટરમાં નોંધ કરીને રજીસ્ટરની નિભાવણી કરવામાં આવી રહી છે. ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૃપાલીબેન વાગડીયાના માર્ગદર્શન તળે શિક્ષકો આ કામગીરી કરી રહ્યા છે તેમાં ગાંધીધામ તાલુકા શિક્ષક સમાજ દ્વારા આ કામગીરીને પ્રાધાન્ય આપીને દરેક વિદ્યાર્થીઓને અનાજ મળી રહે તે સુનિશ્વિત કરાઇ રહ્યુ છે.કુલ ૧૮૬૮૭ વિદ્યાર્થીઓ છે જેમાં બીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧પ૯૩પ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અનાજ વિતરણ કરી દેવામાં આવ્યુ છે અને હજુ પણ કામગીરી ચાલુ છે સાથે સાથે દરેક વિદ્યાર્થીના એકાઉન્ટમાં સરકારે નક્કી કરેલી રકમ જમા કરાવવામાં આવી રહી છે.