કોરોનાનું તાંડવ વાધતા તકેદારીના ભાગરૃપે માસ્ક કરવું ફરજિયાત છતાં લખપત તાલુકાના ગામડાઓમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળનારા લોકો દંડાયા હતા. લખપત તાલુકાના લોકડાઉન પાર્ટ ૨ના સાતમા દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકોને દયાપર ગ્રામ પંચાયત, ઘડુલી ગ્રામ પંચાયત અને પાનૃધ્રો ગ્રામ પંચાયત હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૩૬ જેટલા લોકોને માસ્ક ન પહેરવાના કારણે દંડ કરવામાં આવ્યો છે. જેમાં દયાપર વિસ્તારમાંથી ૨૦ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગામના તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ સાથે રહ્યા હતા. જ્યારે ઘડુલીમાં ૭ જણ માસ્ક વગર નીકળતા દંડાયા હતા. ગામના તલાટી તાથા દયાપરના પી.એસ.આઈ. સહયોગી રહ્યા હતા. ઉપરાંત લખપતની મોટી ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામડામાંથી માસ્ક વગરના ૯ વ્યક્તિઓને દંડ ફટકારતા તલાટી તાથા હોમગાર્ડના જવાન સાથે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દંડ ફટકાર્યાની કામગીરી બાદ માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તાથા લોકડાઉનનું પાલન કરવા કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.