વણજોયેલા મુહુર્તે સારા કામ કરવાનો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે મોટી સંખ્યામાં એકલ-દોકલ સાથે વિવિાધ સમાજના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આગામી રવિવારે કોરોના વાયરસની મહામારીના કારણે જિલ્લા માથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં કોઈ વાડીમાં કે પાર્ટી પ્લોટ ખાતે લગ્ન સમારંભ યોજાઈ શકે તેમ નાથી. વૈશ્વિક મહામારી અને લોકડાઉનના કારણે વર્ષે મોટી આવક રળી આપતો આ કારોબારનો વ્યવસાય સાવ ઠપ્પ થઈ ગયો છે. જેના થકી હજારો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ત્યારે એક વાત આશ્ચર્ય પમાડે એવી છે કે લોકોએ એપ્રિલ-મે ના બુકિંગ રદ કરવાની સાથે-સાથે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારા લગ્નના બુકીંગ પણ રદ કર્યા હોવાનું અમુક બ્રાહ્મણોએ જણાવ્યું છે. જેના કારણે લગ્નવાડી કે પાર્ટી પ્લોટના સંચાલકોને આિાર્થક મોટી નુકશાની થશે એવી ભીતિ છે. અને તેમને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર ચુકવવા સાથે પાર્ટી પ્લોટ કે વાડીની સંભાળ પાછળ ખાસી મોટી રકમનો ખર્ચ ઉઠાવવો પડે તેવી વિકટ પરિસિૃથતી નિમાર્ણ થઈ છે. જાણકારોના મતે હાલે સમાજવાડીમાં લગ્નપ્રસંગના આયોજન સાથે પાર્ટી પ્લોટનું ચલણ પણ વધ્યું છે. જેમાં આખા વરસ દરમિયાન નાના-મોટા પ્રસંગો માટે બુકિંગ થતા રહે છે. ઉપરાંત લગ્નપ્રસંગમાં ડેકોરેશનનું કામ કરવામાં મજુરો માળી, લાઈટવાળા, લગ્નગીત ગાવાવાળા, મ્યુઝીક સીસ્ટમ, જનરેટરવાળા, કેટરર્સવાળા, પીઆરઓ, પીરસણીયા સહિતના હજારો માણસો સંકળાયેલા હોય છે. માર્ચ માસમાં કોરોનાનો વ્યાપ વતા લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી આવી પરિસિૃથતીમાં લગ્નપ્રસંગો સહિતના સારા પ્રસંગો માટે બુકીંગ કરાવાયેલી વાડી કે પાર્ટી પ્લોટના બુકિંગ કેન્સલ થઈ ગયા. લોકોએ લગ્ન સમારંભો પણ રદ કરી દીધા. જેના કારણે આની સાથે સંકળાયેલા લોકો છેલ્લા એક માસાથી વધુ સમય થયો બેકાર છે અને મે-જુનમાં પણ તેમને રોજગારી મળે એવી કોઈ શક્યતા નાથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે લગ્ન સમારંભના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ નિયત સમયમાં પ્રસંગના બુકીંગ દરમિયાન એડવાન્સ પેટે જે રકમ લેવામાં આવી છે એ નાણા પરત કરવાનો સમય આવી ગયો છે. આમ કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારીના કારણે આ વ્યવસાયને કરોડોનું નુકશાન થવાની સંભાવના છે. ત્યારે લગ્નની સિઝનના કારણે ધંધાર્થીઓ દ્વારા નવો માલ સામાન ખરીદવામાં આવ્યો છે. તેના નાણા કેમ ચુકવવા એ વિમાસણ વચ્ચે બુકિંગની રકમ પણ પરત કરવાની ફરજ પડી છે. ૨૬ એપ્રિલ અખાત્રીજના સારા પ્રસંગો સાથે સોનું ખરીદવાનો પણ ઉત્તમ દિવસ છે. પરંતુ કોરોનાના પગલે શુભમુર્હુતના કાયદા બદલાઈ ગયા છે. લગ્નો આગળ ઠેલાય છે. આૃથવા બે-ત્રણ વ્યક્તિઓને બોલાવીને આટોપી લેવાશે ત્યારે સોનાના ભાવ પણ અડાધા લાખ રૃપિયા નજીક તોલાના ભાવ પહોંચ્યા. ઉપરાંત જીએસટી અને ઘડામણના ખર્ચ અખાત્રીજ જેવા પવિત્ર દિવસને કોરોના ખાઈ ગયો છે. તો લગ્નવાચ્છુઓ માટે કોરોના ખલનાયક બની રહ્યો છે. એવી જ રીતે સોનાની ખરીદી કરવાની ઈચ્છા કરનારાઓની ચિંતા ભાવો વાધારી રહ્યા છે.