લોકડાઉનના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય આંતર જિલ્લા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. જેની અસર જિલ્લાની બજારોમાં પણ જોવા મળે છે. યુરિયા સહિત રાસાયણીક કે કુદરતી ખાતર આવશ્યક વસ્તુઓની શ્રેણીમાં આવે છે પણ વિવિાધ કારણોસર કચ્છમાં જિલ્લા બહારાથી ખાતરની આવક સાવ જ બંધ હોવાનું દેખાઈ રહ્યું છે. કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના સુત્રોના કહેવા મુજબ કચ્છમાં ખેતીવાડી માટે માર્ચ અને એપ્રિલ ઓફ સિઝન ગણાય છે. આ સમયગાળામાં સામાન્ય સંજોગોમાં પણ ખાતરની ખપત માત્ર ૪૦ ટકા જેટલી પણ માંડ હોય છે. જોકે વર્તમાન સમયમાં લોકડાઉનના પગલે સમગ્ર જિલ્લામાંથી ખાતરની માંગ ઘટી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત ખેડૂત સહકારી મંડળીઓ પોતાની જરૃરીયાત અનુસાર યુરિયા કે અન્ય ખાતર સીધે-સીધા કંપની પાસેાથી જ મંગાવી લે છે. જ્યારે રાપર વિસ્તારમાં જ્યાં ખેતી માટે નર્મદાના નીર મળે છે. એવા પુર્વ કચ્છના વિસ્તારમાં ખેડૂતની મંડળી પણ સંઘ મારફતે ખરીદી કરવાના બદલે ડાયરેકટ કંપની પાસેાથી જ ખરીદીનો આગ્રહ રાખે છે. ઉપરોક્ત હાલે લોકડાઉનના પગલે ટ્રક માલિકો કચ્છ આવવા તૈયાર નાથી થતા. અન્ય જિલ્લામાંથી આવતા ટ્રક ચાલકોને રસ્તામાં ચા-નાસ્તાનું કે જમવાનું પણ મળતું નાથી. તેમજ પરત જતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોઈ પોલીસ તંત્રની કનડગતનો પણ ભય સતાવતો રહે છે. ઉપરાંત જિલ્લા બહારાથી આવતા ટ્રક ચાલકોને પરત ફરતા સહેજે બે થી ત્રણ દિવસ થઈ જાય છે. અને લોકડાઉનના કારણે પરત ફરતી વખતે લોડ મળતો નાથી. સહિતની મુશ્કેલીઓ વાધતા ટ્રક માલિકો કચ્છમાં ગાડી મોકલવા તૈયાર નાથી. આમ પોષણક્ષમ પરિવહન નાથી બનતું જોકે આગમી ચોમાસા સુાધી જુન, જુલાઈ, ઓગષ્ટ સુાધીમાં કચ્છમાં ખાતરની ખપત વાધશે ત્યાં સુાધી સિૃથતી સામાન્ય થઈ જશે એવું સુત્રો જણાવી રહ્યા છે.