મેઘપર બોરીચી મા પોલીસના સ્વાંગમાં રોફ જમાવતા બે શખ્સો પકડાયા

મેઘપર બોરીચીમાં પોલીસના સ્વાંગમાં લોકો ઉપર રોફ જમાવતા અને ધાક ધમકી કરતા બે શખ્સો ને પોલીસપુત્ર ભટકાઈ જતા રંગેહાથ અસલી પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે એક શખસ ઈનોવા કાર લઈને નાસી છૂટયો હતો પકડાયેલા બે પૈકીનો એક શખસ અંજાર શિવસેનાના પ્રમુખ હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચીમાં રહેતા પોલીસ પુત્ર દિપક નાનજીભાઇ ચાવડા ગોલ્ડન સીટી માં રવરાય પ્રોવિઝન સ્ટોર પાસે હતા ત્યારે પોલીસનો બોર્ડ મારેલી ઈનોવા કાર નંબર જીજે 12 6200 વાળી ગાડી થી ઉભી હતી તેમાંથી ત્રણ વ્યક્તિઓએ પુત્રીને કાંઈ પણ બોલ્યા વગર મારવા લાગ્યા હતા પરંતુ દીપક ચાવડા ખુદ પોલીસ પુત્ર હોવાથી તેમણે આ ત્રણેય શખ્સોને પોતાની ઓળખ પૂછી હતી અને તેમણે જે નામ દીધા હતા તે પૈકીના ત્રણમાંથી એક પણ સખસ હતા નહીં ખોટી પોલીસની ઓળખતો હોવાનું બહાર આવતા જ દીપક ચાવડા એક પોલીસને ફોન કર્યો હતો તત્કાલીન પોલીસે કાર્યવાહી હાથ ધરી ને આદિપુરમાં રહેતા અને પોલીસના સ્વાંગમાં લોકો ઉપર રોફ જમાવતા ધવલ ભટ્ટ મેઘપર બોરીચી ના મહેશ વેલજી ચાવડા ને ઝડપી પાડયા હતા જ્યારે આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચિંતન પરમાર કાર લઇને નાસી ગયો હતો પોલીસ સૂત્રોના કહેવા મુજબ ધવલ ભટ્ટ અંજાર શિવસેના પ્રમુખ હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે