કચ્છના પ્રથમ કોરોના પોઝિટિવનો રીપોર્ટ નેગેટિવ

કચ્છના સૌ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના સતત નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એક માસથી પણ વધુ સમય સુધી કોરોના સામેની લડાઈ બાદ આ મહિલા સ્વસ્થ બનતા આજે તબીબો દ્વારા પરિક્ષણ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આ સમયે મુખ્યમંત્રીએ પણ દર્દી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી તેમજ કચ્છની આરોગ્ય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જા કે હજુ એક યુવાન કોરોના પોઝીટીવ હોવાથી હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે.અગાઉ તેનો પણ રીપોર્ટ નેગેટીવ આવી ચુક્યો છે. પરંતુ બાદમાં રીપોર્ટ સ્પષ્ટ ન હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આમ હવે કચ્છમાં માત્ર એક કોરોના પોઝીટીવનો દર્દી સારવાર હેઠળ છે.આ અંગે કચ્છ જિલ્લામાં ગત તા. ૨૧/૦૩/૨૦૨૦ ના રોજ લખપત તાલુકાના આશલડી ગામના ૫૯ વર્ષીય મહિલાનો કોરોના વાયરસ (કોવીડ-૧૯) રીપોર્ટ પોઝીટીવ આવતા કચ્છ જિલ્લામાં વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસ (કોવીડ-૧૯)નો પ્રથમ સંક્રમિત કેસ નોંધાયો હતો આ સાથે તેમના ઘરના ૧૨ વ્યક્તિઓને ઇન્સ્ટીટ્યુશનલ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા તેમજ તેમના સાથે સંપર્કમાં આવેલ અન્ય ૧૩૯ જેટલા લોકોને ઘરમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ પોઝીટીવ કેસ નોંધાયેલા આશલડી ગામના ૩ કી.મી.ના ત્રિજ્યાવાળા વર્તુળને કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ ૭ કી.મી. ત્રિજ્યાવાળા વર્તુળને બફર ઝોન તરીકે ૨૮ દિવસ માટે જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં આ વિસ્તારમાં કુલ્લ ૧૪ ટીમો અને ૨૨ કર્મચારીઓ દ્વારા ૧૧૨ ઘર અને ૭૦૮ લોકોની વસ્તી ને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવી હતીઉપરાંત આ વિસ્તારમાંથી પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓના કુલ્લ ૪૮ જેટલા કોરોના વાયરસ (કોવીડ-૧૯) માટેના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી એક પણ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. આ વિસ્તારમાં અન્ય જાહેર જનતા માટે સમગ્ર કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ બફર ઝોનમાં માઈકીંગ દ્વારા, ર્હોડિંગસ, બેનર તેમજ પત્રીકાઓના વિતરણ કરીને આ રોગ સામે ગભરાયા વિના સાવચેત રહેવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આમ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રકારની તકેદારી રાખી સઘન કામગીરી હાથ ધરી હતી છેલ્લા એક માસથી વધુ સમયથી ભુજની જનરલ હોસ્પિટલમાં આ મહિલા દર્દી સારવાર હેઠળ હતા અને તબયત પણ સામાન્ય હતી પરંતુ તેમના રીપોર્ટ પોઝીટીવ આવતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા તેમને સારવાર હેઠળ જ રાખવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા રીપોર્ટ સતત નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.