ભરઉનાળે ગાંધીધામમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા લોકોમાં તીવ્ર રોષ

પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગાંધીધામ નગરપાલિકાને પાંચ એમ.એલ.ડી. પાણી ઓછું આપવામાં આવતું હોવાથી પાણીની વિતરણ વ્યવસૃથા ઉપરતેની સીધી અસર થવા પામી છે. હાલે ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે અસહ્ય તાપમાં પડી રહેલી ગરમીના કારણે અપુરતું પાણી મળતા લોકોમાં રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં આમ પણ અનિયમીત પાણી વિતરણ કરાય છે ત્યારે હાલે લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ રહે છે અને ભારે ગરમીમાં યોગ્ય પાણી વિતરણ ન થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ગાંધીધામ સુાધરાઈના સત્તાવાર સુત્રોનું માનીએ તો ગાંધીધામને ૫૦ એમએલડી પીવાના પાણીની જરૃરીયાત છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્વારા નગરપાલિકાને ક્યારેય ૫૦ એમએલડી પાણી નાથી આપવામાં આવતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અત્યાર સુાધીમાં ૩૨ થી ૩૫ એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. એમાં પણ છેલ્લા થોડા સમયાથી ૨૭ થી ૨૮ એમએલડી જેટલો પાણીનો જથૃથો આપવામાં આવી રહ્યું છે. આમ ૫૦ એમએલડી જરૃરીયાત સામે ૩૨ થી ૩૫ એમએલડી અપાતા પાણીમાં પણ કાપ કરીને ૨૭ થી ૨૮ એમએલડી અપાતા પાણીના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હાલે લોકડાઉન વચ્ચે લોકો સવાના પહોરમાં ફરીયાદ નોંધાવવા આવે છે પણ તેમની રજુઆતોનો કોઈ નિકાલ થતો નાથી. ગાંધીધામને પીવાનું પાણી ઓછું મળતા તેની અસર આદિપુરને પણ પડે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફાળવાતા ઓછા પાણીના કારણે સુાધરાઈ દ્વારા દર ચોથા દિવસે પાણી વિતરણ કરાય છે. નગરના અનેક વિસ્તારોમાં સુાધરાઈ દ્વારા પાણી સપ્લાય ઉપર કાપ મુકી દેતા નગરજનોના કહેવા પ્રમાણે એકબાજુ લોકડાઉનના કારણે ઘરના તમામ સભ્યો ઘરમાં છે અને કોરોના સંક્રમણાથી બચવા સરકાર દ્વારા વારંવાર સાબુાથી હાથ ધોવાની જાહેરાત કરે છે. ત્યારે જિલ્લા આિાર્થક પાટનગર ગણાતા ગાંધીધામમાં પાણી વિતરણ વ્યવસૃથા જાળવવામાં તંત્રની ઉદાસીનતાથી નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે. સુાધરાઈના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલિકાના વહીવટી તંત્રએ ગાંધીધામને પુરતું પાણી નો જથૃથો ફાળવવા પાણી પુરવઠો બોર્ડ પાસે રજુઆત કરી છે. આ મામલે સત્વરે નિરાકરણ આવે અને અસહૃ ગરમી અને લોકડાઉનના સમયે લોકોને પુરતું પાણી મળી રહે એ જરૃરી છે.