કચ્છને ૪૦ દિવસ બાદ કોરોનાના અજગરી ભરડામાંથી મુક્તિ મળી ચુકી છે. અત્યારસુાધી નોંધાયેલા ૬ કેસો પૈકી એક મોતને બાદ કરતા તમામ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. અંતિમ બચેલા યુવાને પણ આજે કોરોનાને મ્હાત આપતા વહીવટી તંત્ર તાથા કચ્છવાસીઓમાં હાશકારો ફેલાયો હતો.મળતી માહિતી મુજબ કચ્છના પ્રાથમ કેસ એવા આશાલડીના રહિમાબેનને ગઈકાલે જ રજા આપી દેવાઈ છે. જ્યારે આજે મનોજ પટેલ નામના ૨૭ વર્ષીય માધાપરના યુવકનો સતત બીજો રીપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવશે. માધાપરના ક્રિષ્નાપાર્કમાં રહેવા સોની પરિવારના ૬૨ વર્ષીય વૃધૃધના સંપર્કમાં આવવાથી તેમની પત્ની , પુત્રવધુ ઉપરાંત ખાનગી હોસ્પીટલના આ કમ્પાઉન્ડરને પણ ચેપ લાગ્યો હતો. સોની વૃધૃધનું તો મોત નીપજી ચુક્યું પરંતુ તેમના પત્ની, પુત્રવધુ સાથે મનોજ પટેલે આ મહામારી સામે જંગી જીતી બતાવી છે. નિયમ મુજબ દર્દીના સતત પાંચ રીપોર્ટ કરાતા હોય છે જો છેલ્લા બે રીપોર્ટ ઉપરાઉપરી નેગેટીવ આવે તો દર્દીને રજા આપી ેદેવાય છે. જેાથી પટેલનો છેલ્લો રીપોર્ટ પણ નેગેટીવ આવતા તેને હવે રજા આપવામાં આવશે. આમ, ૫ સાજા થઈ ગયેલા દર્દીઓ પૈકી આ અંતિમ દર્દીએ પણ કોરોનાને માત આપતા ૪૦ દિવસ બાદ કચ્છે આ મહામારીમાંથી છુટકારો મેળવ્યો છે. જો કે હાલના તબક્કે આ રોગાથી છુટકારો મળ્યો છે પરંતુ આ સિૃથતિ જળવાઈ રહે તે જરૃરી છે. આ મ ટે જ્યાં સુાધી સમગ્ર દેશમાંથી આ મહામારી વિદાય ન લે ત્યાં સુાધી કચ્છ પર જોખમ તોળાતું રહેશે. ત્યારે લોકોએ જરૃરી નિયમો જેમ કે ખરીદી કે અન્ય કામઆૃર્થે બહાર જતા સમયે સામાજીક અંતર જાળવવું, માસ્ક પહેરવું, બહાર કામઆૃર્થ હો તો હાથ ધોવા સેનીટાઈઝરનો ઉપયોગ વારંવાર કરવો, ઘરમાં આવતા જ નહાવા કે સાબુાથી હાથ ધોવા સહિતના જરૃરી પગલા ભરવા આવશ્યક છે.