કચ્છમાં કાળઝાળ ગરમી, ભુજમાં તાપમાનનો પારો ૪૧.૯ ડિગ્રીએ

રાજ્યની સાથે કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના જિલ્લા માથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી સે., કંડલા એરપોર્ટમાં ૪૧.૮ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૭.૯ ડિગ્રી અને નલિયામાં ચાર ડિગ્રીના વાધારા સાથે ૩૯.૪ ડિગ્રી નોંધાયું છે. રાજ્યના ૧૨ માથકો પર ગરમીનો પારો ૪૦ ડિગ્રી થી ઉપર નોંધાયો છે. આગ ઓકતી લુ વર્ષાએ જનજીવન આકુળ વ્યાકુળ કરી મુક્યું હતું. એપ્રિલ માસના અંતિમ દિવસોમાં આકરી ગરમીએ જિલ્લામાં અસલી મિજાજ બતાવ્યો હતો. દિવસની શરૃઆત થતાં ની સાથે જ ગરમીનો માહોલ છવાઈ જાય છે. જિલ્લામાથક ભુજમાં ગઈકાલની તુલાનાએ તાપમાનનો પારો એક ડિગ્રી જેટલો વાધીને ૪૧.૯ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. બપોરના સમયે ચામડી દઝાડે તેવા આકરા તાપની અનુભુતિ થઈ હતી. ન્યુનત્તમ તાપમાન પણ ૨૫ ડિગ્રીની આસપાસ રહેતા રાત્રિના પણ લોકો ગરમીથી અકળાયા હતા. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા જેટલું ઉચું અને સાંજે ૧૯ ટકા નોંધાયું હતું. પવનની દિશા પશ્ચિમ-દિક્ષણ-પશ્ચિમની અને ઝડપ પ્રતિકલાક સરેરાશ ૬ કિ.મી.ની રહી હતી. કંડલા એરપોર્ટમાં બે ડિગ્રીના વાધારા સાથે ૪૧.૮ ડિગ્રી જ્યારે નલિયામાં ચાર ડિગ્રીના વાધારા સાથે ૩૯.૪ ડિગ્રી નોંધાયું હતું.