ગુરુવારે સાંજે 5 કલાક સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 313 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 4395 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીના જ્યારે કોરના સહિત અન્ય બીમારીથી પણ પીડિત હોય તેવા 12 લોકો એમ કુલ 17 દર્દીના મોત થયા છે. આજે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 86 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ડીસ્ચાર્જ થયા છે.નવા કેસ 313 કેસમાં પણ અમદાવાદના સૌથી વધુ કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસ 3026 અત્યાર સુધીમાં નોંધાયા છે તેમાંથી 149 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 316 દર્દી ડીસ્ચાર્જ થયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 614 દર્દી નોંધાયા છે જેમાંથી 25ના મોત નીપજ્યા જ્યારે 54 દર્દી ડીસ્ચાર્જ થયા છે. વડોદરામાં 289 દર્દી નોંધાયા છે જેમાંથી 17ના મોત નીપજ્યા છે જ્યારે 87 દર્દી ડીસ્ચાર્જ થયા છે. રાજકોટમાં 58 કેસ નોંધાયા છે અહીં 17 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 1નું મોત નીપજ્યું છે. ભાવનગરમાં 47 કેસ નોંધાયા છે જ્યારે અહીં 5ના મોત અને 21 દર્દી સ્વસ્થ થઈ ડીસ્ચાર્જ થયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવે આજે વધુમાં જણાવ્યું હતું કે લોકો આ સ્થિતિને લઈ શાંત રહે. લોકો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવે તો પણ તેમાંથી સ્વસ્થ થાય છે તે આપણે જોઈએ છીએ. તેવામાં પેનિક ન થવું તેનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે.