ગુજરાત માં અત્ર,તત્ર,સર્વત્ર પત્રકારો ના સંગઠન ને મળ્યું નવું નામ.

દરેક સંગઠન એક બે મિટિંગ કરે ને રજીસ્ટ્રેશન કરાવી નાખે છે,પરંતુ સાચા અર્થનું શિસ્ત બદ્ધ સંગઠન નું નિર્માણ અને ઘડતર કરી ત્રણ વર્ષમાં જિલ્લા અને તાલુકાઓ ના પ્રવાસ કરી, જાહેર મિટિંગમાં કારોબારી ના હોદ્દા પણ ઉપસ્થિત પત્રકારો નક્કી કરે,આટલી પારદર્શકતા સાથે, સમસ્યાઓ સામે લડતા લડતા,સંગઠન તો કર્યું, પણ સરકાર સમક્ષ પત્રકારો ની સમસ્યાઓ રજૂ કરી, દરેક જિલ્લા માંથી બીજા તબક્કા માં આવેદન સ્વરૂપે સમસ્યા રજૂ કરી, ત્રીજા પ્રયત્નમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ને પત્ર લખ્યા, તેના ભલામણ પત્રો લખાવ્યા..
છેવટે સમસ્યાઓ ના ઉકેલ માટે શાસક પક્ષ ના પ્રદેશ અધ્યક્ષ સાથે બે મિટિંગ હોદ્દેદારો ની હાજરીમાં થઈ,ને ટેબલ ટોક થી ૧૪ પૈકી મોટાભાગની સમસ્યાના ઉકેલ નક્કી થયા જેની જાહેરાત અધિવેશન માં ટુંક સમયમાં રજૂ થશે..
આખરે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન સાથે સોસાયટી રજીસ્ટ્રેશન એમ બેવડું રજીસ્ટ્રેશન કરાવ્યું, રજીસ્ટ્રેશન સમયે “સંગઠન” શબ્દ ના સ્થાને “પરિષદ” આટલો સુધારો કરતા મંજુરી પ્રમાણ પત્ર મળ્યું..
બસ ટુંક સમયમાં રાજ્યમાં પત્રકારો નું એક અધિવેશન મળવાનું છે,તેનો કાર્યક્રમ જાહેર થશે,ત્યાં સુધીમાં પ્રદેશ કારોબારી સહિત તમામ પૂર્તતા ઓ પૂર્ણ થશે..
એક શિસ્ત બદ્ધ સંગઠન અને એ પણ પત્રકારો નું..? સૌને આશ્ચર્ય થશે,પણ નિર્માણ પામી ચૂક્યું છે,તેના યશભાગી જોડાયેલા તમામ પત્રકાર મિત્રો છે..
આ સંગઠન માં પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી લાભુભાઈ કાત્રોડીયા ફરી સર્વાનુમતે નક્કી થયા બાદ ખૂબ જડપે બાકી સંગઠન પૂર્ણ કરવા તેમજ સાથે સાથે જ્યાં જરૂર હતી એવા ૨૧ જિલ્લાઓ માં બીજી કે ત્રીજી વારનો પ્રવાસ કર્યો છે,જરૂરી ફેરફારો કર્યા છે.
પરંતુ “પત્રકાર એકતા સંગઠન” હવે રજીસ્ટ્રેશન થતાં “પત્રકાર એકતા પરિષદ” એવા નામથી ઓળખાશે..
લાંબો સમય સંગઠન ટકે, સામજિક કર્યો કરતું રહે,અને એક સામાજિક સંગઠન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ થી નવા શિખરો સર કરવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે..
આ સંગઠન ના સાથી બનવાનું પણ ગૌરવ મળે એવું કાર્ય આ સંગઠન કરવા જઈ રહ્યું છે,ત્યારે સલીમભાઈ બવાણી નું એક શ્રેષ્ઠ સંગઠન નું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે..સાથ સહકાર આપનાર સૌને, જવાબદારી સ્વીકારનાર સૌનો આભાર…
પ્રદેશ અધ્યક્ષ નીચે ૧૨ જોન કાર્યરત છે,જેમાં સિનિયર પત્રકારો ને સમાવ્યા છે, દરેક જિલ્લા ને પ્રદેશ કારોબારી માં સ્થાન સાથે ની ગોઠવણ થશે..૩૩ જિલ્લાઓ માં ૩૫ પ્રમુખો હશે,સુરત માં બે ભાગ પાડ્યા છે,અને કચ્છ બે ભાગ માં ગોઠવાઈ રહ્યું છે..તેમજ ૨૫૨ તાલુકાઓ પૈકી જે તાલુકાઓ માં ઓછી સંખ્યા હોય તેવા બે તાલુકા ભેગા મળી કારોબારી ની રચના કરવામાં આવી છે,ને જ્યા દસેક પત્રકારો હોય ત્યાં અલગ કારોબારી ની રચના કરવામાં આવી છે..
છેલ્લા ૨૫ વર્ષમાં પત્રકારો એ જે ગુમાવ્યું હતું તે પરત મળવા ની ઘડીઓ ગણાઈ રહી છે,ત્યારે ગુજરાત નો પત્રકાર દસ લાખ નું વીમા કવચ ધરાવતો હશે.