ગુજરાત અને રાજસ્થાનમાં ૫૦થી ૬૦ ટકા વરસાદની આગાહી

આ વર્ષે પણ દેશમાં સરેરાશ સામાન્ય ચોમાસું રહેવાની આગાહી થઇ છે. જો કે શઆતના મહિનાની વાત કરીએ તો જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે, યારે જુલાઇ મહદઅંશે સૂકો રહેશે અને એ બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડશે. ગયા વર્ષે પણ આ જ પેટર્નમાં વરસાદ પડયો હતો, એવું સરકાર સમક્ષની ઇન્ટર્નલ એસેસમેન્ટ નોટમાં નોધાયું છે.ઓડિશા, પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના વિસ્તાર અને મિઝોરમમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. યારે તામિલનાડુ અને કેરળના દક્ષિણ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે એમ લાગે છે.ભારતીય હવામાન ખાતાએ ૧૫મી એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ૫ ટકાની વધઘટ સાથે સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી થઇ હતી. જો કે ૧૯૬૧ થી ૨૦૧૦ દરમિયાન સરેરાશ સિઝનનો વરસાદ ૮૮ સેમી રહ્યો છે.ગુજરાત અને રાજસ્થાનમાં ૫૦થી ૬૦ ટકા વરસાદ થયો છે. ચોમાસાની આગાહી સાથેના નકશાવાળી આ નોંધમાં દર્શાવાયું છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સંભવત: ૪૦ થી ૫૦ ટકા વરસાદ સાથે સામાન્ય વરસાદ પડશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશનો પશ્ચિમ વિસ્તાર અને મહારાષ્ટ્ર્રના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં ૫૦ થી ૬૦ ટકા વરસાદ પડવાની સંભાવના છે.