ભચાઉ તાલુકાના માંય ગામની સીમમાં આવેલી વાડીમાંથી પોલીસે પાડેલા દરોડામાં રૂ.88,200 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પણ છ આરોપીઓ ફરાર રહ્યા હતા. પીઆઇએ જણાવ્યું હતું કે, સામતા તળશી કોલીની વાડીમાં દરોડો પાડ્યો હતો જેમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 252 બોટલ મળી આવી હતી, પણ છ આરોપીઓ સામતા તળશી કોલી, ગુણવંત ઉર્ફે કલુડાડા બાબુલાલ કાપડી, મનજી કરશન કોલી,હિતેશ કરશન કોલી અને હીરો કોલી હાજર મળ્યા ન હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.