જહાજ પર મોત પામેલા ક્રુ સભ્યના મૃતદેહને ઉતારીને નિજગૃહ મોકલાયો

ભારતે હંમેશા પોતાની મુળ સંસ્કૃતિમાં રહેલા માનવતા વાદી અભિગમને વિવિધ સ્તરે ઉજાગર કરતું રહ્યું છે. આવો જ એક બનાવ કંડલામાં સામે આવ્યો હતો, જેમાં બે મહિનાથી જહાજ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહેલા વિદેશી ક્રુ સભ્યના મૃતદેહને આખરે પોર્ટ અને મંત્રાલયોના પ્રયાસથી પોર્ટના વાડીનાર ખાતે ઉતારીને તેના નિજગૃહ રવાના કરાયો હતો.વેસલ એમટી ફ્લેગશીપ તુલીપ પર સેકન્ડ ઓફિસર તરીકે કાર્યરત જ્યોર્જીયાના ક્રુ સભ્ય જ્યોર્જી સરાબદ્ઝેનું બે મહિના અગાઉ 29 ફેબ્રુઆરીના વેસલ પરજ મોત નિપજ્યું હતું. પરંતુ વેસલ પોતાના નિયત સ્થળો પર વહન થતું રહેતું હોવાથી અલગ અલગ પોર્ટ્સ પર જતા અન્ય સ્થળોએ તેને ઓફલોડ કરવાની પરવાનગી મળી શકતી નહતી. પરંતુ ડીપીટી હસ્તકના વાડીનારમાં જહાજ એકંરેજ થતા ચેરમેન સંજય કે. મહેતા, સ્થાનિક વહિવટી અધિકારીઓ, શીપીંગ મંત્રાલય, ગ્રુહ અને વિદેશ મંત્રાલય દ્વારા પરવાનગી અપાતા મ્રુતદેહને ઉતારવામાં આવ્યું હતું. જેને રોડ માર્ગે મુંબઈ અને ત્યાંથી તેમના પરિવારજનો પાસે જ્યોર્જીયા મોકલવામાં આવશે.