પોલીસ દ્વારા વીડિયોમાં રહેલા તમામ શખ્સોને ઝડપી પાડી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સમગ્ર ભારતભરમાં હાલ lockdownની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સતત ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવે છે. તેમ છતાં લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળે છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો પણ ભંગ કરે છે. ત્યારે આવા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવે છે. ત્યારે આજરોજ સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા tiktok એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવેલા વિડીયો વાયરલ થયા છે. જે વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરતા tiktok એપ્લિકેશનમાં વિડીયો અપલોડ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ પોલીસ દ્વારા વીડિયોમાં રહેલા તમામ શખ્સોને ઝડપી પાડી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.વીડિયોમાં રહેલા તમામ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. તો સાથોસાથ તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ ભરવામાં આવ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, જંગલેશ્વર વિસ્તારની બાજુમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાના ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં લોકો એકઠા થઇ રાત્રિ દરમિયાન ક્રિકેટ રમી રહ્યા છે તો કેટલાક લોકો એકઠા થઈ પત્તા રમી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પૂર્વે રાજકોટના અમીન માર્ગ પરનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જે વીડિયોમાં બે જેટલા યુવાનો કારની અંદર ટેપ વગાડી કારના આગળના ભાગમાં રાસ રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જે મામલે સંબંધિત વ્યક્તિઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.