નખત્રાણા તાલુકાનના ટોડીયા ફાટકની ગોલાઈ પાસે મોટર સાયકલ સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે સાંજે ટોડીયા ફાટક પાસેની ગોલાઇ પર જી જે 12 બીઇ 3586 નંબરની મોટર સાયકલ સ્લીપ થઇ જવાને કારણે ચાલક હિરેન ભીમજીભાઇ લોચા નામના યુવાને ફેકચર સહિતની ગંભીર ઇજાઅો પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાને બેભાન હાલતમાં 108 અેમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર નખત્રાણા સરકારી દવાખાનામાં અપાયા બાદ વધુ સારવાર અપાઇ હતી