કચ્છ જિલ્લો કોરાના મુક્ત થયો પણ પોલીસની લોકડાઉન નિયંત્રણની કામગીરી યથાવત રહી છે પશ્ચિમ કચ્છમાં પોલીસે જાહેર નામાનો ભંગ કરનારા 122 લોકો સામે અટકાયતી પગલા લીધા હતા જ્યારે 150 જેટલા વાહન ડીટેઇન કર્યા હતા. તો બીજી તરફ ભુજના ભીડ નાકા બહાર સુરજ મેડીકલ સ્ટોરના સંચાલક ગ્રાહકો વચ્ચે સોશીયલ ડિસ્ટન્સ ન જાળવી જાહેર નામાના ભંગ પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અવશ્યક ચીજ વસ્તો માટે દુકાનો ચાલુ રાખવાની છુટ મળી છે પરંતુ ગ્રાહકો વચ્ચે સોશીયલ ડિસ્ટન્સ જળવવાનું અને ફેસ કવર તેમજ હેન્ડ ગ્લોઝનો ફરજીત ઉપયોગ કરવાનો હોઇ ભુજના ભીડ ગેઇટ બહાર અવેલી સુરજ મેડીકલ સ્ટોરના સંચાલક બાબુભાઇ શ્રીનિવાસ બદનગોર (ઉ.વ.44) તેમની દુકાન આગળ પાંચથી વધારે લોકોને ઉભા રાખી તેમજ સોશીયલ ડીસ્ટન્સ ન જાળવી પોતે માસ્ક કે, હેડ ગ્લોઝ ન પહેરેલ હોઇ પોલીસે જાહેર નામાનો ભંગ અને દંડ ભરવાનું કહેતા એ ડિવિઝન પોલીસ મથકના ASI કિશોરસિંહ બી જાડેજા સાથે જીભાજોડી કરી ફરજમાં રૂકાવટ ઉભી કરતાં તેમના વિરૂધ એ ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.