કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે.