ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસનું (Coronavirus) સૌથી વધુ સંક્રમણ અમદાવાદ (Ahmedabad) શહેરમાં થઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં (Ahmedabad central Jail) પણ કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. સાબરમતી જેલમાં પહેલા બે કેસ પોઝિટિવ હતા જ્યારે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના અન્ય પાંચ કેસ વધતા કુલ આંકડો સાત પર પહોંચી ગયો છે. હાલ તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.મળતી માહિતી પ્રમાણે, સાબરમતી જેલમાં આવેલા પાંચ પોઝિટિવ કેસમાંથી ચાર કેદીના કોરોના ટેસ્ટમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આ ચાર કેદીઓના કોવિડ 19 રેપિડ ટેસ્ટના નગેટિવ રિપોર્ટ ગાયકવાડ હવેલી પોલીસે જેલમાં જમા કરાવ્યા. જે બાદ શંકા જતા આ ચાર કેદીના ફરી રેગ્યુલર ટેસ્ટ કરાવ્યા. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો જેલ અધિકારીઓએ આ બાબતે સતર્કતા ના દાખવી હોત તો સાબરમતી જેલના 2600 કેદીઓ અને જેલ અધિકારીઓ અને પોલીસ કર્મીઓમાં પણ સંક્રમણ ફેલાઇ શકત.નોંધનીય છે કે, સાબરમતી જેલના પહેલા બે કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બન્ને કેદીઓ વિશે મળતી માહિતી પ્રમાણે, બન્ને કેદીઓ કાચા – પાકા કામના કેદીઓ છે. બંને કેદી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (covid-19) કારણે 22 લોકોના મોત થયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધારે કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી 4721 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 236એ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 123 દર્દીઓ સાજા થયા છે અત્યાર સુધીમાં 736 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 29 એપ્રિલે 308 અને 30 એપ્રિલે 313 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 19 એપ્રિલે પણ 367 દર્દી સામે આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ 4 વાર 300થી વધુ કોરોનાના દર્દી નોંધાયા છે.