ભુજમાં લોક ડાઉન દરમિયાન કલેકટરે આવશ્યક ચીજ વસ્તુઓ વેચવા અને ખરીદવા છૂટછાટ આપી છે. પરંતુ, માસ્ક પહેરી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ તાકીદ કરી છે. આમ છતાં ભુજ શહેરમાં 21મી એપ્રિલથી 1લી મે સુધી નાના મોટા 154 વેપારીઓ માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દંડાયા છે.ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી નીતિન બોડાતે એન. યુ. એલ. એમ. શાખાના કિશોર શેખા અને શોપ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજાને શહેરમાં માસ્ક પહેર્યા વિના વેપાર કરતા નાના મોટા વેપારીઓની તપાસ કરી પ્રત્યેક વેપારીએ 100 રૂપિયાનો દંડ ફટકારવાની સૂચના આપી છે, જેમાં 21મી એપ્રિલે 20, 22મી એપ્રિલે 22, 23મી એપ્રિલે 8, 24મી એપ્રિલે 37, 27મી એપ્રિલે 10, 28મી એપ્રિલે 17, 29મી એપ્રિલે 15, 30મી એપ્રિલે 15 અને 1લી મેના 10 વેપારીઓ માસ્ક પહેર્યા વિના દેખાયા હતા. જેમને પ્રત્યેકને સો સો રૂપિયાનો દંડ ફટકારી કુલ 15400 રૂપિયા વસૂલ્યા હતા. જોકે, વેપારીઓને માસ્ક મફતમાં અપાયા હતા. ખરીદી કરનારાઓને એક બે મીટરના અંતરે ઊભાડી સોશિયલ ડિસ્ટન્સ માટે તાકિદ કરી હતી.