રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ દ્વારા લોકડાઉન વચ્ચે કચ્છમાં 198 જગ્યાએ 26190 રાશનકીટનું વિતરણ કરાયું છે. આ કાર્યમાં 1325 સ્વયંસેવકો જોડાયા હતા. આ સિવાય તૈયાર ભોજન અને ટિફિન બંને મળીને 25656 જણને પહોંચાડવામાં આવ્યું હતું. 250 પરપ્રાંતીય લોકોને પણ સહાયતા પૂરી પાડવામાં આવી હતી. 87 ટ્રેકટર દ્વારા 7 ગામોમાં દવા છંટકાવ કરાયો હતો. 5050 કિલો શાકભાજી વિતરીત કરાઇ હતી. ભારત વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ, ગોરસીયા સેવા ફાઉન્ડેશન સહયોગી બની રહ્યા છે.