આદિપુર આશાપુરા ગ્રુપનાં સેવાભાવી પથ દર્શકના જીવદયાપ્રેમી પિતાનાં નિધનથી ગમગીની વ્યાપી.

*આપણાં વર્તમાન ભુજ નવી જથ્થાબંધ શરાફ ગૌ સેવાના મુખ્ય પ્રમાણિક પારદર્શક પોઝીટીવ પરફોર્મન્સ પાવરલૂમ પાવરફૂલ પ્લેટફોર્મ ઊભું કરનાર પરમ આદરણીય વંદનીય મંગલકારી મહામાનવાત્મા ગૌભક્ત પથ દર્શક “સચીનભાઈ દયારામભાઈ ગણત્રા” ના સસરા ( ફાધર ઈન લો) અને પૂર્વ કચ્છ આદિપુર આશાપુરા ગ્રુપનાં મુખ્ય સંચાલક યોગેશભાઈ ઠક્કર (મજેઠીયા) નો ના પિતાજી શાંતિલાલ ગેલાભાઈ ઠક્કર (મજેઠીયા) નું ટુંકી બીમારી બાદ અવસાન થતાં આ બન્ને ભુજ અને આદિપુર સેવાકીય પ્રવૃત્તિઓમય સમિતિના સેવકગણોમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે નિધનના બીજા દિવસે આ તમામ સમિતિના સેવકગણો વહેલી સવારે બે મિનિટ મૌન રાખી “શ્રીકૃષ્ણમ્ શરણમ્ ની પ્રાર્થના ધૂન બોલાવી સેવાકીય શ્રમયજ્ઞમાં સમર્પિતભાવે પ્રવૃત્તિઓમય નિત્યકર્મોની શુભ શરૂઆત કરી હતી શાંતિલાલ સ્વભાવે પરોપકારી જીવદયાપ્રેમી સેવા કાર્યમાં વ્યસ્ત રહેતાં તેમનાં સુપુત્ર યોગેશભાઈ આદિપુરમાં આશાપુરા ગ્રુપનાં મુખ્ય સંચાલક છે અને તેઓ આ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના હિસાબે સાવચેતીના પગલારૂપે ભારતમાં લોકડાઉન કર્ફ્યુમાં તેમનાં આદિપુર ગાંધીધામ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અને મસ્તરામોને એમ દરરોજ બન્ને ટાઈમ બપોરે અને રાત્રે બે બે હજાર જેટલા લોકોને જમવાનું પહોંચાડી રહ્યાં છે વિવિધ પ્રકારના દાતાઓના જુદા જુદા પ્રકારની સકારાત્મક સહયોગી સહકારભરી મદદથી તથા ભુજમાં તેમનાં અન્ય એક સેવાભાવી જમાઈ વર્તમાન ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના કેપ્ટન પણ આ સમિતિની કમાન સંભાળતા જ સેવાકીય પ્રવૃત્તિમાં નવો જોમ અને જુસ્સા સાથે ટીમ વર્ક દ્વારા એક શોકમાં ગરકાવ થઈ ગયેલા શોક મગ્નોમાં નવા ચેતનવંતા પ્રાણ ફૂંકયા છે ત્યાં આ સેવાભાવી જીવદયાપ્રેમી ના નિધનથી ફરી પાછું ગમગીન વાતાવરણ ઊભું થયું છે.