ઇરાકમાં IS ત્રાસવાદીઓના પ્રચંડ હુમલામાં 10 સૈનિકોના મોત

આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) ના ત્રાસવાદીઓએ ઇરાકના મુખ્ય શહેર સામારો પાસે ગઇ રાત્રે કરેલા એક પ્રચંડ હલ્લામાં ઇરાકના ૧૦ સૈનિકોને મારી નાખ્યા હતા.લશ્કરી અને પોપ્યુલર મોબિલિઝેસન ફોર્સિસે અલગ નિવેદનમાં ઉપરોક્ત હુમલાની પુષ્ટિ કરી હતી. સત્તાવાળાઓ દેશની ડામાડોળ આર્થિક કટોકટીને સમાલવા અને કોરોના વાઇરસના ઉપદ્રવને ઘટાડવાની કોશિશમાં છે. ત્યારે કરાયેલો ઉપરોક્ત હુમલો, તાજેતરના સપ્તાહોમાં થયેલા શ્રેણીબધ્ધ હુમલાઓમાં સૌથી વધુ ઘાતક હતો.ઇરાકે ત્રણ વર્ષના ખર્ચાળ અભિયાન પછી ડિસેમ્બર, ૨૦૧૭ માં આઇએસ પર વિજયની ઘોષણા કરી હતી. એની પરાકાષ્ઠા રૃપે જૂથે ત્રીજા ભાગના ઇરાક અને પડોશના સિરિયા પર કબજો જમાવ્યો હતો. જૂથે સિરિયાનું ઇસ્લામી કાનૂનના સખત અને હિંસક અર્થઘટન સાથે સંચાલન કર્યું હતું.તાજેતરના મહિનાઓમાં ઇરાકની કેન્દ્રીય સરકાર અને તથા ઉત્તરમાં ના સ્વાયત કુર્દિશ પ્રદેશ વચ્ચેના પ્રદેશસંબંધી વિવાદના પગલે ઊભા થયેલા સુરક્ષામાંના છીંડાનો આઇએસના બાકી જૂથે લાભ લીધો હતો. અમેરિકાએ આયોજિત રીતે દળો પાછા ખેંચવા માંડયા એ સ્થિતિ પણ આઇએસના બાકી જૂથ માટે અનુકૂળતાભરી બની રહી હતી.ગઇ રાતનો પ્રચંડ હુમલો, દેશના પાટનગર બગદાદની ઉત્તરે લગભગ ૯૫ કિલોમીટરના અંતરે થયો હતો.