રાજકોટમાં ૫૦૦૦ પરપ્રાતિય મજુરો રસ્તા પર ઉતરી આવ્યા.વતન જવાની જીદ સાથે મચાવ્યો હોબાળો

રાજકોટમાં ૫૦૦૦ પરપ્રાતિય મજુરો રસ્તા પર ઉતરી આવ્યા.વતન જવાની જીદ સાથે મચાવ્યો હોબાળો

વતન જવા માટે ગુજરાતનાં પરપ્રાંતીય શ્રમિકો બેબાકળા થઇ રહ્યા છે.. આજે રાજકોટમાં આહીર ચોક પાસે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોરોના મહામારી વચ્ચે આ રીતે હજારો લોકો રસ્તા પર ઉતરી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એકબાજુ સરકારે પરપ્રાંતીય શ્રમિકોને પાસ સાથે વતન જવા માટેની મંજૂરી આપી છે. તેવામાં હવે વતન જવા માટે ગુજરાતનાં પરપ્રાંતીય શ્રમિકો પડાપડી થઈ રહી છે. રાજકોટમાં આહીર ચોક પાસે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોરોના મહામારી વચ્ચે આ રીતે હજારો લોકો રસ્તા પર ઉતરી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

લોકડાઉન વધારાતાં હવે વતન જવા માટે પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી રહી છે. રાજકોટના 80 ફૂટ રોડ પર આહીર ચોક પાસે પરપ્રાંતીય લોકોના ટોળા વતન જવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતા જ દોડી ગઇ હતી અને લોકોને રસ્તા પર બેસાડી દીધા હતા. પોલીસે લોકોને સમજવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. લોકડાઉન હોય પરપ્રાંતીયોને કોઇ વ્યવસ્થા ન મળતી હોવા આક્ષેપો કર્યા હતા.

. એકલા આહીર ચોક જ નહીં રાજકોટમાં મીરા ઉદ્યોગનગર પાસે પણ શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. આજીડેમ પાસે બંસીધર વે બ્રિજ પાસે પરપ્રાંતીયોના ટોળા ઉમટ્યા હતા રોડ બંધ કર્યો હતો.

અમદાવાદમાં 10 વોર્ડ મુકાયા કોરોના રેડ ઝોનમા: વિજય નેહરા -સ્થિતિ બની સ્ફોટક

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સોસિયલ મિડીયા ફેસબુકના  માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 લોકો વેન્ટિલેટર પર છે. કુલ કેસ 3533 નોંધાયા છે.

જમાલપુર અને કોટ વિસ્તારમાં ગંભીરતા જાળવવી જરૂરી છે. હવે નિષ્કાળજી ખરેખર ખૂબ ગંભીર મુશ્કેલીમાં મુકી શકે છે. રમઝાનની ઉજવણી ઘરમાં જ કરો. ઘરની બહાર ન નીકળશો. રાતે પણ તમે ઘરની બહાર નીકળો છો જેને કારણે ચેપ પ્રસરી રહ્યો છે.

મણિનગર વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ જાહેર કરાયો. અમદાવાદમાં કોરોનાએ માઝા મુકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મનપા કમિશનર વિજય નેહરાએ મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં 10 વોર્ડને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પણ વોર્ડ પ્રમાણે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી હતી. શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.