ગુજરાતમાં રવિવાર સાંજ સુધીમાં નોંધાયા વધુ 374 કેસ, રાજ્યમાં કુલ કેસ 5428

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના નવા 374 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 5428 થઈ છે. આ જાણકારી રાજ્યમાં કોરોના કેસની વિગતો આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપી હતી. આજે પણ અમદાવાદમાંથી સૌથી વધુ 274 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. તેમાંથી 23 દર્દી અમદાવાદના છે જ્યારે સુરતના 2 દર્દી, 1 દર્દી આણંદ, 1 વડોદરા અને 1 ગાંધીનગરના દર્દી છે. રાજ્યમાં આજે કુલ 146 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તેમાંથી 85 પુરુષો છે જ્યારે 61 સ્ત્રીઓ છે. હાલ જે એક્ટિવ દર્દી સારવાર હેઠળ છે તેમાંથી 4065 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટીલેટર પર છે.મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત બીજાક્રમે છે. હાલ દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.