સમગ્ર રાજયના ખેડુતોની માંગને ધ્યાને લઈ સત્વરે એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની રજુઆત.

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા દ્વારા ગુજરાત રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુજી તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિતને રજુઆત કરતાં જણાવ્યુ હતું કે હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કટોકટી અંગેના વિકટ સમયમાં લોકડાઉન થી ખુબજ ગંભીર હાલત થયેલ છે તેમજ સમગ્ર દેશ સહિત રાજયમાં તમામ ધંધા-રોજગાર સંપુર્ણ પણે ઠપ છે જેથી દેશમાં તમામ ચીજ વસ્તુઓના ભાવ બે થી ત્રણ ગણા કરીને વેચાણ થઈ રહ્યા છે.જયારે માત્રને માત્ર ખેડુત વર્ગ જ એક એવો છે કે જે પોતાના જાત મહેનતે કરેલી ઉપજ એરંડા કપાસ ચણા જીરૂ સહિત વગેરે અન્ય ઘણા પાકોના ભાવ આજે પણ સામાન્ય દિવસોના ભાવ મુજબના જ છે અને એ ભાવે મુજબ જ ખેડુતો વેચાણ કરી રહ્યા છે.પરંતુ તે જ ખેડુતો હાલના કપરા સમયમાં એરંડા માર્કેટમાં વહેંચવા જાય છે ત્યારે ખુબજ નહિવત ભાવ મળે છે જે ગણતરી મુજબ ખેડુતોની ઈમાનદારી ની પરીક્ષા થઈ રહી છે.તેવું લાગી રહ્યું છે તેથી ગયા વર્ષે એરંડાનો બજાર ભાવ ૧૧૦૦/-  (પ્રતિ ૨૦ કી.ગ્રા) હતો માટે આ વર્ષે પણ એરંડા ૧૧૦૦/- (પ્રતિ ૨૦ કી.ગ્રા) ના ટેકાના ભાવ થી તાત્કાલિક ધોરણે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી.