કોરોનાં વોર્ડમાં સેવારત નર્સ રૂકશાનાબેનની કહાની

દર્દિનારયણની સેવા એ જ સંતોષ જૂનાગઢ, તા ૦૨ રૂ. ૫૦૦ કરોડ ઊપરાંતનાં ખર્ચે નિર્મિત જૂનાગઢની અદ્યત્તન મેડિકલ કોલેજ સલંગ્ન સિવિલ હોસ્પિટલનાં પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ નવી નવી નોકરી જોઈન્ટ કરેલ નર્સ બહેન પુછે છે માળી મારે ક્યા વોર્ડમાં શું ફરજ બજાવવાની છે. હોસ્પિટલ અને માળી શબ્દ જ વિચિત્ર લાગે છે. ના પરંતુ આ હીકીકત છે. સિવિલ હોસ્પીટલમાં છેલ્લા ૨૬ વર્ષ થી અવિરત સેવારત શેખ રૂકશાનાબેન માટે માળી શબ્દ સૈા કોઇ ખુબ માનથી પ્રયોજે છે. હાલ કોવીડ-૧૯ માટે ખાસ ઊભા કરાયેલા વોર્ડમાં ફરજ બજાવતા રૂકશાનાબેન શેખ માટે દર્દિનારાયણની સેવા એ જ સંતોષ છે. ભગવાનની કૃપાથી જૂનાગઢ જિલ્લામાં હજુ કોવીડ-૧૯નો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતા રૂકશાનાબેન તમને કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડર નથી લાગતો એવો પ્રશ્ન કરાયો ત્યારે ૫૫ ના આરે પહોંચેલા રૂકશાનાબેન કહે છે એવી કોઇ બીમારી નથી જેનાથી મને ડર લાગતો હોય, મેં ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, ચીકનગુનિયા અને કોલેરાથી પીડીત દર્દિઓની સેવા સુશ્રુસા બે જીજક કરી છે. દર્દિને હું મધર-ફાધરની જેમ ટ્રીટ કરૂ છુ. અને હોસ્પીટલમાં નવી ભરતી થયેલ છોકરાવને હું દિકરા-દિકરીની જેમ ટ્રીટ કરૂ છુ. સમય ગમે તે હોય દર્દિ પ્રત્યેની ફરજ પુરી થયા બાદ હોસ્પીટલ છોડતા રૂકશાનાબેનનું સ્વપ્ન હતુ વ્હાઇટ યુનિફોર્મનું કા નર્સ અને કા નેવી. જૂનાગઢ સ્થિત બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં આ સ્ટુડન્ટે નર્સની નોકરી સ્વીકારી ત્યારથી પાછુ વાળીને નથી જોયુ. સિવિલ હોસ્પિટલનાં તબીબો પણ રૂકશાનાબેનની ફરજથી એટલા જ સંતુષ્ટ છે. માત્ર અઢી વર્ષની ઊંમરે મધર-ફાધરની છત્રછાંયા ગુમાવનાર રૂકશાનાબેન બેન-બનેવી સાથે રહે છે. તેમનાં બનેવીને એટેક આવ્યો છતાં આ નર્સ બહેન પોતાની ફરજ ઉપર હાજર જ હતા.