ભારતીય વાયુ સેનાએ ગાંધીનગર ખાતે અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યું

ભારતીય વાયુ સેના ( એરફોર્સ ) દ્વારા આજે સમગ્ર દેશમાં અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન કરવા અને તેમને આદર આપવા માટે આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. એરફોર્સના આ કાર્યને હર્ષભેર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વોરિયર્સનું સન્માન કરવા હાથ હલાવી આ એરફોર્સના જવાનનું અભિવાદન કર્યું હતું. સાથે માઉન્ટન બેંડ દ્વારા પરફોર્મન્સમાં દેશભક્તિની ધૂનો દ્વારા કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી હતી. અત્યારે કોરોનાની મહામારીના સમયમાં ફ્રન્ટ લાઇન કામ કરતાં કોરોના વોરિયર્સ ની સખત કામગીરીની ચારેબાજુથી પ્રશંસા કરવામાં આવી રહી છે. તો કયાંક કયાંક દિવસો સુધી હોસ્પિટલમાં ફરજ બજાવીને ધરે આવતાં નર્સો અને તબીબોને જે તે સોસાયટીના રહીશો વધાવી રહ્યા છે. તેમના આ કાર્યને હરખભેર બિરદાવી પણ રહ્યાં છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી ત્યારે સિવિલ ખાતે હાજર સ્ટાફ અને લોકોએ એરફોર્સની આ ઉમદા કામગીરીને હાથના અભિવાદન અને ભારત માતા કી જયના નારા સાથે વધાવી હતી. ઉલ્લેખનિય છે કે, કોરોના સામેના જંગમાં ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદારો ફ્રન્ટલાઈન વોરિયર્સની જેમ કામ કરી રહ્યાં છે. જેમના માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે એરફોર્સનાં SU-30 નામના ત્રણ ફાઈટર પ્લેન ગાંધીનગર વિધાનસભા ઉપરથી પસાર થયા હતા.